Last Updated on April 6, 2021 by
જો તમારી પાસે પૈસા નથી તે છતાં તમારે કોઈ બિઝનેસની શરૂઆત કરવી છે. તો અમે આપને બતાવી રહ્યા છે. જોરદાર પ્લાન, અને આ પ્લાનિંગ સાથે બિઝનેસની શરૂઆત કરશે તો મહીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. ખાસ કરીને આ બિઝનેસનો ઉપયોગ વધારે પડતો ઘરોમાં કરી શકાય છે. તમે મીણબત્તીનો બિઝનેસ (Candle Making Business) કરી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
કેટલા પ્રકારની હોય છે મીણબત્તીઓ ?
મીણબત્તીઓ ઘણાં બધાં પ્રકારની હોય છે. જેનો ઉપયોગ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. દરરોજના ઉપયોગમાં આવતી મીણબત્તીઓ ખાસ કરીને વાઈટ કલરમાં આવતી હોય છે. ક્યારેક વિશેષ કાર્યક્રમ હોય છે. ત્યારે ડિઝાઈન વાળી મીણબત્તીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે બિઝનેસની શરૂઆત કરવા પહેલા એ નક્કી કરી લો કે કેવા પ્રકારના બિઝનેસની આપ શરૂઆત કરવા માગો છો.
બિઝનેસની શરૂઆત માટે કેટલી જગ્યાની જરૂર પડશે ?
મીણબત્તીનો તૈયાર માલને પેકિંગ કરવા માટે આપણી પાસે જગ્યા હોવી જરૂરી છે. જો તમે તમારા ઘરથી મીણબત્તીનો બિઝનેસ શરૂ કરવા માંગો છો. તો એના માટે અલગ રૂમની વ્યવસ્થા કરવી પડતી હોય છે. જેના માટે તમે ભાડાની રૂમ પણ રાખી બિઝનેસ શરૂ કરી શકો છો.
એરોમાથેરાપી માટે વપરાય છે મીણબત્તીઓ
આજકાલ અનેક જાતની થેરોપીઓની બજારમાં માગ છે.ય જેમાની એક એરોમાથેરાપી (Aromatherapy) એટલે કે ફ્રેંગરેંસ મીણબત્તી (Fragrance Candles)નો મોટા પ્રમાણે એરોમાથેરાપીમાં માટે ઉપયોગ થતો હોય છે.
ઘર બેઠા કરી શકો છો બિઝનેસ
મીણબત્તીનો બિઝનેસ માટે કાચો માલ અને કેટલાંક સાધન સામગ્રીની જરૂરિયાત પડતી હોય છે. આ બિઝનેસની શરૂઆત કરતા પહેલા બજારમાં કેવા પ્રકારની મીણબત્તીનો વધારે ઉપયોગ થઈ શકે તેની પણ જાણકારી મેળવી લેવી જરૂરી હોય છે. જેથી કરી બજારમાં જે મીણબત્તીની માગ વધારે હોય તેવી મણીબત્તી તમે તમારા ઘરે બનાવી શકો છો.
પેંકિંગ આકર્ષણ હોવું જોઈએ
મીણબત્તી બન્યા પછી એનું પેંકિંગ આકર્ષણ કરે તેવું હોવુ જોઈએ જેથી કરી માર્કેટમાં તેની માગ વધે અંહી ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે તમે ફ્રેગરેંસ મીણબત્તી બનાવો છો તો તેનું પેંકિંગ પણ મજબૂત હોવું જરૂરી છે.
REAL ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31