Last Updated on April 6, 2021 by
આ વખતની બંગાળની ચૂંટણી ટીએમસી અને ભાજપ વચ્ચેની જણાઈ રહી છે. બંને પાર્ટીએ અત્યાર સુધી ચૂંટણી પ્રચારમાં તનતોડ મહેનત કરી હતી. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન પણ ટીએમસીના સમર્થનમાં ઉતર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને ભાજપ વિરૂદ્ધ એકજૂથ થવા ચિઠ્ઠી લખી હતી.
.@MamataOfficial is fighting to preserve the democratic rights of every individual of Bengal’- Samajwadi Party MP Jaya Bachchan#BanglaNijerMeyeKeiChay pic.twitter.com/hcYu9dexHb
— All India Trinamool Congress (@AITCofficial) April 5, 2021
આ ચિઠ્ઠીની અસર વર્તાઈ હતી તથા જયા બચ્ચન રવિવારે મોડી સાંજે કોલકાતા પહોંચી ગયા હતા અને સોમવારે તેઓ ટાલીગંજ ખાતેથી ટીએમસીના ઉમેદવાર અરૂપ બિસ્વાસ માટે રેલી કરી હતી. બિસ્વાસ ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. નંદીગ્રામ બાદ આ બેઠકને હોટ સીટ માનવામાં આવે છે કારણ કે, ટીએમસી ઉમેદવાર અહીંથી 3 વખત ધારાસભ્ય બની ચુક્યા છે અને બીજી બાજુ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો પણ આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
બાબુલ સુપ્રિયો ટીએમસીના ઉમેદવારને આકરી ટક્કર આપી શકે છે કારણ કે, એક તો તેઓ બંગાળના પ્રસિદ્ધ ગાયક છે અને બીજું કે તેઓ ત્યાંના સિનેમા પર સારી પકડ ધરાવે છે. ઉપરાંત ટાલીગંજ બાંગ્લા સિનેમાનો ગઢ પણ છે. જયા બચ્ચન ભલે જબલપુરના હોય પરંતુ તેઓ મૂળ બંગાળના છે અને આ કારણે જ અમિતાભને બંગાળના જમાઈ પણ કહેવામાં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31