GSTV
Gujarat Government Advertisement

ભાંગી પડેલા ઘરસંસાર પર મન મૂકીને બોલી ચર્ચામાં આવનાર શ્વેતા તિવારીએ કરાવ્યું હોટ ફોટોશૂટ

Last Updated on April 5, 2021 by

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજકાલ તેની પર્સનલ લાઇફ તેમજ તેના ઈન્સ્ટાગ્રામ ફોટોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ શ્વેતા તિવારીએ તૂટેલા લગ્ન વિશે વાત કરી હતી અને હવે તે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો જલવો ફેલાવવામાં વ્યસ્ત છે. શ્વેતા તિવારી લાંબા સમયથી તેની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. આવી સ્થિતિમાં, તેણે કસરત અને ડાયેટિંગ દ્વારા લગભગ 10 કિલો વજન ઓછું કર્યું છે. હવે શ્વેતા પોતાન ફિગર નો જલવો પ્રદર્શિત કરવામાં વ્યસ્ત છે.

શ્વેતાએ હોટ ફોટોશૂટ કરાવતા ફોટા ઇન્ટરનેટ પર છવાઈ ગયા

શ્વેતા તિવારીએ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે. આ ફોટોશૂટમાં શ્વેતા પિંક કલરના બલૂન સ્લીવ્ઝ અને બ્લેક હાઈ વેસ્ટ પેન્ટ સાથે ડીપ નેક શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે બ્લેક હીલ્સ પણ પહેરી છે.

તેણે સ્મોકી આઈ મેકઅપ, ન્યૂડ લિપ્સ અને ગોલ્ડ પ્લેટેડ એરિંગ્સથી પોતાનો લુક પૂર્ણ કર્યો છે. શ્વેતા તિવારીની હેરસ્ટાઇલ પણ જોવા જેવી છે અને તેણે સાઇડ ફ્રિન્જ્સ સાથે હાઈ પોનીટેલ બનાવી છે, જે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

જણાવી દઈએ કે તાજેતરમાં શ્વેતા તિવારીએ બોલિવૂડ બબલને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જે હેડલાઇન્સમાં છવાયેલો રહ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં તેણે તૂટેલા લગ્ન અને લોકો વિશે વાતો કરી હતી.

લોકો મને લોભી કેમ કહે છે એ જ સમજાતું નથી : શ્વેતા તિવારી

તેણે કહ્યું હતું કે, “લોકો મને લોભી કહે છે અને મને એ સમજાતું નથી કે લોકો મને આવી વાતો કેમ કહે છે. લોકો કહે છે કે આ પણ આના જેવું હશે, તેના બાળકો પણ એના જેવાં જ હશે, તે ચરીત્રહીન છે, તેને આદત છે, તે 50 નિર્માતાઓ મળે છે, તેથી તેના પતિને છોડી દે છે. હું લોકોની આ વાતો સમજી શકતી નથી.

બાળકો વિશે વાત કરતાં શ્વેતા તિવારીએ કહ્યું કે, “હું જાણું છું કે મારા બાળકો મારા કારણે આ પેચમાં અટવાઈ ગયા છે.” કારણ કે મેં ખોટી વ્યક્તિની પસંદગી કરી હતી. તે મારી ભૂલ હતી, બાળકોની નહીં. પરંતુ તેઓ આ લડતમાં મક્કમ અને હસતા ચેહરે મારી સાથે છે. ”

શ્વેતાએ વધુમાં કહ્યું કે, “હું તેમને કદી કહતો નથી કે તમારા પિતાને યાદ ન કરો.” મેં તેમને કદી કહ્યું નહીં કે તેમની સાથે વાત ન કરો. પરંતુ તેઓ વાત કરતા નથી અને મને ખબર નથી.કેમ કારણ કે તેઓ ડરી ગયા છે, તેઓમાં આઘાત અને ડર છે , તેઓ ખુશ રહેવા માગે છે અને મને નથી લાગતું કે તેઓ આ માટે દોષી છે. ”

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો