Last Updated on April 5, 2021 by
દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હિમાચલના ડેલહૌજી પબ્લિક સ્કૂલમાં શિક્ષકો સહિત કુલ 158 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી ગયો છે. ભારતમાં પ્રથમ વખત કોવિડ-19ના કેસ એક લાખથી ઉપર પહોંચી ચુક્યા છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લાં 24 કલાકમાં સમગ્ર દેશ ભરમાં કુલ 1, 03, 558 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને ગુજરાતમાં સૌથી વધારે કોરોના કેસના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે.
રવિવારના રોજ સમગ્ર દેશમાં કોરોના ના કેસ 80.96 ટકા જોવા મળ્યા હતા. જ્યારે આઠ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 7 લાખથી વધુ જોવા મળે છે. કુલ પોઝિટિવ કેસ 5.54 ટકા અને 478 લોકોના મોત થયા હતા. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 7.91 કરોડ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ લેનારની સંખ્યા 1.02 કરોડ નોંધાઈ ચુકી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31