GSTV
Gujarat Government Advertisement

રિદ્ધિમાં પંડિતની માતાનું નિધન, કોરોના પોઝિટિવ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી

Last Updated on April 5, 2021 by

કોરોનાવાયરસની બીજી લહેર ઝડપથી દેશને ઘેરી રહી છે. સામાન્ય લોકોની સાથે અનેક હસ્તીઓ પણ આ રોગચાળાની ચપેટમાં આવી ગઈ છે. રણબીર કપૂરથી આમિર ખાન સુધીના ઘણા સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ઘણા ટીવી કલાકારો કોવિડ પોઝિટિવ હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમિયાન, ટીવી અભિનેત્રી રિદ્ધિમા પંડિતની માતાનું નિધન થયું છે. રિદ્ધિમા પંડિતની માતાને કોરોનાથી સંક્રમિત થયા બાદ તેઓને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અભિનેત્રીની માતા કોરોના વાયરસથી સંક્રમિત હતી અને કિડનીની સમસ્યાથી સંઘર્ષ કરી રહી હતી. અભિનેત્રીની માતા કોરોના વાયરસથી સંક્રમિત હતી તે પહેલાં તે સ્વસ્થ હતી. જોકે, રોગચાળો વકર્યા બાદ તેની તબિયત લથડવાનું શરૂ થયું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહામારીથી સંક્રમિત હોવાથી તેનો પરિવાર તેમાથી 2-3 દિવસોથી મળી નહોતા શક્યા. જણાવાઈ રહ્યુ છે કે, રિદ્ધિમાં પંડિત ટીવી જગતના કેટલાક શૉ નો ભાગ રહી ચૂકી છે. સીરિયલ હમારી બહુ રજનીકાંત માં રિદ્ધિમાં લીડ રોલમાં હતી. અને 2019માં રિયાલીટી શૉ ખતરો કે ખિલાડી માં જોવા મળી હતી. શૉ દરમ્યાન તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તે ઉપરાંત ખતરા ખતરા ખતરામાં પણ જોવા મળી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો