Last Updated on April 5, 2021 by
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે હવે વાયુસેનાના હેલિકોપ્ટર્સની મદદ લેવામાં આવશે. એક હેલિકોપ્ટર ગૌચરમાં સ્ટેશન કરશે તથા ટિહરી સરોવર અને શ્રીનગર બાંધમાંથી પાણી ભરશે. બીજું હેલિકોપ્ટર હલ્દાનીમાં સ્ટેશન કરશે તથા ભીમતાલ અને નૌકુચિયાતાલ ખાતેથી પાણી ભરશે.
વાયુસેનાના બે MI-17 ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં 3 પાયલોટ અને 7 ક્રૂ મેમ્બર્સ સાથે લેન્ડ કરશે. નાગરિક ઉડ્ડયન ટીમે તમામ મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ માટે રાજ્યની મશીનરીને નિર્દેશ આપ્યો છે. ઉત્તરાખંડના જંગલોમાં આગ લાગવાની કુલ 993 ઘટનાઓ બની છે. આ કારણે 1,304 હેક્ટર વનક્ષેત્ર પ્રભાવિત થયા છે.
હાલ નૈનીતાલ, અલ્મોડા, પિથૌરાગઢ, બાગેશ્વર, હરિદ્વાર અને રૂદ્રપ્રયાગ જિલ્લાઓ વધારે પ્રભાવિત થયા છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ડૉ. ધન સિંહ રાવતના કહેવા પ્રમાણે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓનું પ્રમાણ ઘટાડવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.
ઉત્તરાખંડના આશરે 62 હેક્ટર વિસ્તારમાં આવેલા જંગલોમાં આગ ભભૂકી રહી છે. આ કારણે મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ઉપરાંત કેન્દ્ર સરકારે પણ ઉત્તરાખંડ સરકારને સંપૂર્ણ સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે એનડીઆરએફની ટીમને તૈનાત થવા આદેશ આપ્યો હતો. આ સાથે જ હેલિકોપ્ટર પણ મોકલી આપ્યા છે જેથી ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કાબૂમાં લઈ શકાય.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31