Last Updated on April 5, 2021 by
કોરોનાથી બચવા માટે દરેક વ્યક્તિ વેક્સિનના બે ડોઝ લે તે જરૂરી છે પરંતુ જે લોકોને પહેલા સંક્રમણ લાગી ચુક્યું છે તેમનામાં વેક્સિનનો એક જ ડોઝ એન્ટીબોડીના સ્તરને વધારી દે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ વેક્સિન લેનારા લોકો પર કરેલા એક સંશોધનમાં આ ખુલાસો થયો છે.
એન્ટીબોડીમાં 500 ગણો વધારો
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કોરોનાથી સાજા થયા હોય તે લોકોમાં વેક્સિનનો પહેલો ડોઝ 500 ગણા એન્ટીબોડી વધારી દે છે. આ લોકોમાં બીજા ડોઝની આટલી અસર નથી જોવા મળતી.
વેક્સિન આપ્યા બાદ એન્ટીબોડીના સ્તરની તપાસ
નવી દિલ્હી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટેગ્રેટિવ બાયોલોજી (આઈજીઆઈબી)ના વૈજ્ઞાનિકોએ સ્વાસ્થ્યકર્મીઓ પર અભ્યાસ કર્યા બાદ આ દાવો કર્યો હતો. સંશોધનમાં બે અલગ-અલગ જૂથને વેક્સિન આપ્યા બાદ એન્ટીબોડીના સ્તરની તપાસ કરવામાં આવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31