GSTV
Gujarat Government Advertisement

અક્ષય બાદ કોરોનાનો શિકાર બની ભૂમિ પેડનેકર, સોશ્યલ મીડિયા પર આપી જાણકારી

Last Updated on April 5, 2021 by

બૉલિવૂડ઼ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર કોરોના પોઝિટિવ મળી આવી છે. તેની જાણકારી તેણે ખુદ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી છે. ભૂમિએ કહ્યુ કે, હાલ તો તે સ્વસ્થ છે પરંતુ, તેનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. ડૉકટર સાથે તે ટચમાં છે અને તમામ સાવધાનીઓ રાખી રહી છે. તે સાથે જ તેણે કહ્યુ કે, જે પણ લોકો તેના કોન્ટોક્ટમાં આવ્યા હતા તેઓ પોતાનો કોરોના રિપોર્ટ જરૂર કરાવે.

પોસ્ટમાં ભૂમિએ લખ્યું આજે મારી અંદર કોવિડ-19ના હળવા લક્ષણો જોવા મળ્યા. હું સ્વસ્થ અનુભવી રહી છું. અને ખુદને આઈસોલેટ કરી ચૂકી છું. ડૉકટર અને હેલ્થ પ્રોફેશ્નલના ટચમાં છું. અને તમામ સાવધાનીઓ રાખી રહી છું. જો પણ વ્યક્તિ મારા કોન્ટેક્ટમાં આવ્યા છે તેઓ પોતાની તપાસ કરાવી લે. હું સ્ટીમ લઈ રહી છું. વિટામિન-સી અને ખાવા-પીવામાં પણ ધ્યાન રાખુ છું.

ભૂમિએ લોકોને કરી આ અપીલ

ભૂમિએ લોકોને અપીલ કરી છે કે, તે આ સ્થિતિને સામાન્ય ન સમજે. કોઈપણ વ્યક્તિ આ સ્થિતિને સામાન્ય ન સમજે. હું પણ દરેક પ્રકારની સાવધાનીઓ રાખી રહી હતી પરંતુ તો પણ મને વાયરસે પોતાની ચપેટમાં લઈ લીધી. માસ્ક પહેરો અને હાથને વારંવાર ધોતા રહો. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરો.

તો જણાવી દઈએ કે હાલ અક્ષય કુમાર સહિત કેટલાક બૉલિવૂડ કલાકારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો