GSTV
Gujarat Government Advertisement

નકસલવાદીઓ પર મોટી કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ, ગૃહમંત્રી અમિત શાહ જગદલપુરમાં કરશે બેઠક

Last Updated on April 5, 2021 by

છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નકસલવાદી હુમલામાં 22 જવાન શહીદ થઈ ગયા છે. નકસલવાદીઓની ખરાબ હરકતના કારણે ગૃહમંત્રાલય એકશન મોર્ડમાં આવી ગયું છે. અને નકસલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચી શહીદ જવાનોને શ્રદ્ધાજલિ આપી હતી. તેમજ ગૃહમંત્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જવાનો સાથે પણ મુલાકાત કરી હતી.

ગૃહમંત્રી અમિત શાહનો સંપૂર્ણ કાર્યક્રમ

ગૃહમંત્રી અમિત શાહ જગદલપુર પહોંચી શહીદ જવાનોને શ્રદ્ધાજલિ આપી તેઓ જગદલપુર પોલીસ લાઈન જશે ત્યાં તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે મીટિંગ કરશે. આ મહત્વની મીટિંગમાં સીએમ ભૂપેશ બઘેલ પણ હાજર રહશે. ત્યાર પછી ગૃહમંત્રી બાસાગુડામાં આવેલા સીઆરપીએફ કેમ્પમાં પહોંચી જવાનો સાથે વાતચિત કરશે. અને ત્યાંથી તેઓ રાયપુર જશે. અને ત્યાં રામકૃષ્ણ હોસ્પિટલ, નારાયણ હોસ્પિટલ અને એમએમઆઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જવાનો સાથે મુલાકાત કરી દિલ્હી પરત ફરશે.

શું છે સમગ્ર મામલો

3 એપ્રિલ શનિવારના રોજ છત્તીસગઢના બીજાપુર વિસ્તારના સુકમામાં નકસલવાદી અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં નકસલવાદીએ 700 જવાનોને ઘેરી લીધા હતા. આ અથડામણમાં 22 જવાનો શહીદ થઈ ગયા હતા. જ્યારે અન્ય 21 જવાનો લાપાતા થતા તમામની શોધખોળ હાથ ધરાઈ હતી. 4 એપ્રિલના રોજ સર્ચ ઓપરેશન કરતા 21 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય 31 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે તમામ ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં DRG,STFની બટાલિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો