Last Updated on April 5, 2021 by
થોડા સમય પહેલા ડ્રગ્સ કેસમાં અભિનેતા એજાઝ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ ચેક કરતા તેઓ પોઝિટિવ આવ્યા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એજાઝ ખાનને (એનસીબી)ના બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એજાઝ ખાન સાથે જેટલા પણ લોકો હતા તે તમામનો કોરોના રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યો છે. થોડા સમય પહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)દ્વારા એજાઝ ખાનની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હવે જેલની જગ્યાએ હોસ્પિટલમાં ભરતી થયા છે.
Actor Ajaz Khan, who was arrested by Narcotics Contro Bureau (NCB) in a drug case, has tested positive for COVID-19. He is being shifted to a hospital. The officer involved in this probe will also undergo COVID test: NCB
— ANI (@ANI) April 5, 2021
(file photo) pic.twitter.com/a5nDB7xpGH
મળતી પ્રમાણે એજાઝ ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સાથે જેટલા પણ અધિકારીઓ હતા. તે દરેક અધિકારી કોરોના સંક્રમિત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલમાં દરેક એનસીબી અધિકારીઓનો રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. એનસીબીના અધિકારીઓનો દાવો છે કે એજાઝ ખાનનું કનેક્શન મુંબઈના ડ્રગ્સ સપ્લાયર શાદાબ બટાટા સાથે હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા મુંબઈના સૌથી મોટો ડ્રગ્સનો કારોબાર ચલાવનાર ફારુખ બટાટાની પણ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
એજાઝ ખાનના ઘરેથી ઉંઘ લેવાની 4 કેપસુલ મળી આવી છે. તે મામલે પણ તેમણે જણાવ્યું હતું કે મારી પત્નીનો ગર્ભપાત થયો હતો. જેના કારણે એજાઝ ખાન ડિપ્રેશનમાં હતો. તે માટે તે ઉંઘ લેવાની કેપસુલનો ઉપયોગ કરતો હોવાનું જણાવે છે. ગયા અઠવાડિયે એજાઝ ખાન રાજસ્થાનથી મુંબઈ આવી રહ્યો હતો તે દરમ્યાન એજાઝ ખાનની મુંબઈ પોલીસે એરપોર્ટથી ધરપકડ કરી લીધી હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31