GSTV
Gujarat Government Advertisement

શેરબજાર પર લાગ્યું કોરોના ગ્રહણ, સેન્સેક્સમાં 1185નો કડાકો, નિફટી પટકાયું ઊંધા માથે

Last Updated on April 5, 2021 by

આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 305.03 પોઈન્ટ્સ (0.61%)ના ઘાટ સાથે 49724.80 પર ખુલ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 80 પોઇન્ટ એટલે કે 0.55% ના ઘટાડા સાથે 14785.40 પર ખુલ્યો હતો. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને કારણે રોકાણકારો સતર્ક થઇ ગયા છે જેને કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેરબજાર

સવારે 10.37 વાગે: બીએસઇનો સેન્સેક્સ 1185.39 પોઇન્ટ નીચે 48844.44 પર હતો. નિફટીની વાત કરીયે તો તે 347.75 પોઇન્ટ નીચે 14519.60 સ્તરે હતો.

સવારે 10.12 કલાકે : સેન્સેક્સ 1045.92 પોઇન્ટ એટલે કે 2.09 પોઇન્ટ ઘટીને 48983.91 પર અને નિફટી 254.70 પોઇન્ટ એટલે કે 1.71 ટકા નીચે 14612.65 સ્તર પર હતો.

આજે 688 શેરોમાં તેજી આવી, 719 શેરોમાં ઘટાડો આવ્યો. તો 107 શેરોમાં કોઈ ફેરફાર ન થયો. ગત નાણાકીય વર્ષમાં બીએસઇના 30 શેરો વાળા સેન્સેક્સમાં 20,040.66 પોઇન્ટ એટલે કે 64%નો વધારો થયો. ઓછા કારોબારી સત્ર વાળા ગત સપ્તાહમાં બીએસઇના 30 શેર વાળા સેન્સેક્સ 1,021.33  પોઇન્ટ અથવા 2 ટકાનો વધારો થયો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો