GSTV
Gujarat Government Advertisement

ઉત્તમ તક/ રેલવેમાં પેરામેડિકલ પદો માટેની નિકળી ભરતી, આપશે 75 હજાર સુધીની સેલરી

Last Updated on April 4, 2021 by

વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલના જગજીવન રામ વેસ્ટર્ન રેલવે હોસ્પિટલ માટે મેડિકલ પ્રેક્ટિશનર્સ અને પેરામેડિકલ સ્ટાફના પદો પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવાર 6 એપ્રિલ 2021 સુધી અરજી કરી શકે છે. કુલ 139 પદો માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી ટેલિફોનિક/વોટ્સએપ ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. કોવિડ આઇસોલેશન વોર્ડમાં ફુલટાઇમ મેડિકલ કોન્ટ્રાક્ટ (GDMO/ સ્પેશિયાલિસ્ટ) પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારોને 75 હજાર સુધી વેતન આપવામાં આવશે. તમામ જરૂરી જાણકારી સત્તાવાર જાહેરાતમાં ઉપલબ્ધ છે.

ક્યા પદ માટે ભરતી

CMP-GDMO – 14 પદ

નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ- 59 પદ

રેડિયોગ્રાફર- 2 પદ

રેનલ રિપ્લેસમેન્ટ/હીમોડાયલિસિસ ટેક્નીશિયન- 1 પદ

ક્લીનિકલ સાઇકોલોજસ્ટ- 2 પદ

હોસ્પિટલ અટેન્ડેન્ટ- 60 પદ

જરૂરી અપડેટ

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ- 3 એપ્રિલ 2021
ઓનલાઇન એપ્લિકેશનની અંતિમ તારીખ- 6 એપ્રિલ 2021
ઇન્ટરવ્યૂની તારીખ- 8 એપ્રિલ 2021

જુદા-જુદા પદો પર ભરતી માટે નક્કી કરવામાં આવેલી શૈક્ષણિક યોગ્યતા પણ અલગ છે. વય મર્યાદા પણ પદ મુજબ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો 6 એપ્રિલ પહેલા ઓનલાઇન એપ્લાય કરી શકે છે. પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવેલી અરજી સ્વીકારવામાં નહીં આવે. કોઇ પણ ઉમેદવારને ટ્રાસ્પોર્ટ માટે અલાઉન્સ પણ આપવામાં નહીં આવે. અન્ય તમામ જાણકારી જાહેરાતમાં ઉપલબ્ધ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો