GSTV
Gujarat Government Advertisement

હદ થઈ: નેતાઓ કરી રહ્યા હતા કોરોના માટે ઓનલાઈન મીટિંગ, વચ્ચે આ નેતાની પત્નિ કપડા પહેર્યા વગર જ આવી ગઈ

Last Updated on April 4, 2021 by

કોરોનાના કારણે મોટા ભાગના લોકો હવે ઘરેથી જ કામ કરવાનું વિચારી રહ્યા છે. આ દરમિયાન સરકારી અધિકારીઓ અને નેતાઓની મીટિંગ પણ ઝૂમ એપ પર ઓનલાઈન થતીં હોય છે. ઝૂમ મીટિંગ દરમિયાન કેટલીય વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેના કારણે શરમ અનુભવાતી હોય છે.

નગ્ન અવસ્થામાં પત્ની કેમેરા સામે આવી ગઈ

આવો જ એક મામલો દક્ષિણ આફ્રિકામાંથી સામે આવ્યો છે. જ્યાં કોરોનાના વધતાં કેસોને લઈને મીટિંગ ચાલી રહી હતી, તે દરમિયાન એક નેતાની પત્ની કપડા પહેર્યા વગર નગ્ન અવસ્થામાં પતિ સામે આવીને ઉભી રહી ગઈ હતી. મીટિંગમાં હાજર નેતાઓ અને સાંસદોએ તે નેતાને જણાવ્યુ કે, આપની પત્ની કપડા પહેર્યા વગરની સ્ક્રિન પર સૌને દેખાઈ રહી છે. જેના કારણે આ નેતા શરમથી પાણી પાણી થઈ ગયા હતા.

દક્ષિણ આફ્રિકાના નેતાઓ કરી રહ્યા હતાં મીટિંગ

હકીકતમાં જોઈએ તો, દક્ષિણ આફ્રિકામાં 23 પરંપરાગત નેતાઓની સંસ્થાઓ નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સના એક સભ્ય, મંગળવારે બેઠક દરમિયાન પૂર્વી કેપટાઉનમાં કોરોનાથી થઈ રહેલા મોત વિશે વાત કરી રહ્યા હતા. આ નેતાઓ મીટિંગમાં વાત કરી રહ્યા હતાં, કે કેવી રીતે ડોક્ટર્સ સાથે મલીને કામ કરી રહ્યા છે. આ દરમિયાન તેમની પત્નિ અચાનક કપડા પહેર્યા વગર પાછળ દેખાવા લાગી હતી.

મીટિંગમાં હાજર અન્ય નેતાઓ કહ્યું અમે બધુ જોઈ રહ્યા છીએ

આ દમિયાન મીટિંગમાં હાજર એક નેતાએ તાત્કાલિક ટોક્યા, આપની પાછળ ઉભેલી મહિલાએ યોગ્ય રીતે કપડા પહેર્યા નથી. અમે બધુ જોઈ રહ્યા છીએ. શું તમે તેમને જણાવ્યુ નથી કે, તમે મીટિંગમાં છો.આ ખૂબ જ મુશ્કેલભર્યુ છે, જે અમે જોઈ રહ્યા છીએ.

જ્યારે આ નેતા Xolile Ndevuને તેની જાણ થઈ તો, તેણે પોતાના હાથથી ચહેરો છૂપાવી લીધો અને શરમથી પાણી પાણી થઈ ગયા હતા. તેમણે કહ્યુ હતું કે, હું ખૂબ જ દિલગીર છું, હું કેમેરા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો હતો. મેં પાછળ જોયુ જ નથી, હું ખૂબ જ શરમ અનુભવી રહ્યો છુ. આપ સૌની માફી માગી રહ્યો છું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો