Last Updated on April 4, 2021 by
જો તમે એસબીઆઈ(SBI)ના ગ્રાહક છો તો આ ખબર તમારા માટે છે. કારણ કે એસબીઆઇની ખાસ સર્વિસ જે આજે કામ નહિ કરે. ગ્રાહકોને ડિજિટલ ડિજિટલ પેમેન્ટને લઇ મુશ્કેલી ન થાય માટે બેન્ક આજે સપગ્રેડેશનનુ કામ કરી રહી છે. એને લઇ ગ્રાહક આજે 2 કલાક માટે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાનો ઉપયોગ નહિ કરી શકે. એસબીઆઈએ ટ્વીટ કરી એલર્ટ કર્યા છે જેથી ગ્રાહક સમય પર પોતાની કામ પતાવી શકે અને એમને કોઈ પરેશાનીનો સામનો ન કરવો પડે.
એસબીઆઇએ ટ્વીટમાં જણાવ્યું કે 4 એપ્રિલે 3.25થી 5.25 વાગ્યા સુધી મેન્ટેન્સનું કામ કરશે. મેન્ટેનન્સ એક્ટિવિટીને લઇ ગ્રાહકો બે કલાક ઇન્ટરનેટ, યોનો એપ (YONO App), યોનો લાઈટ(YONO Lite) અને યુપીઆઈનો ઉપયોગ ન કરી શકે. માટે તમારું જરૂરી કામ ફાટફાટ કરી લેવો.
એસબીઆઈએ ટ્વીટમાં કહ્યું, અમે આ અમારા સન્માનિત ગ્રાહકોને અપીલ કરીએ છે કે તેઓ અમારી સાથે આ મુશ્કેલીના સમયે બની રહ્યા કારણ કે અમે સારો બેન્કિંગ એક્સપિરિયન્સ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેંકે કહ્યું તમને થયેલી અસુવિધા માટે અમને ખેડ છે એન અપીલ છે કે અમારી સાથે રહો.
1 એપ્રિલે પણ ચાલ્યું હતું કામ
ઓનલાઇન બેન્કિંગ સર્વિસેઝમાં ગ્રાહકોની સુવિધા માટે બેન્ક સમય સમય પર અપગ્રેડેશનનું કામ કરતા રહે છે. એની કડીમાં આજે અપગ્રેડેશનનું કામ ચાલશે. જણાવી દઈએ કે પહેલા 1 એપ્રિલે બેંકે અપગ્રેડેશનનું કામ કર્યું હતું.
આ એપ થકી એસબીઆઈએ કરોડોની લોન આપી છે.
એસબીઆઈએ ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં જે રેકોર્ડ બનાવ્યો છે તેમાં તેની યોનો એપનું મોટુ યોગદાન છે. આંકડાઓ પ્રમાણે આ એપ થકી બેંકે લગભગ દસ લાખથી વધુ પર્સનલ લોન આપી છે. આ એપ થકી બેંકે 15,996 કરોડ રૂપિયાની લોન આપી છે. વળી આ બેંક થકી ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં લોન આપવામાં આવી છે. યોનો કૃષી થકી એસબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રીમાસીકમાં 12035 કરોડ રૂપિયાની 7.85 લાખ એગ્રી ગોલ્ડ લોન પાસ કરી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31