Last Updated on April 4, 2021 by
રશિયાના પૂર્વમાં આવેલાં બ્લાગોવેશ્વેસ્ક શહેરની એક હોસ્પિટલમાં આગ લાગી હતી. ભયાનક આગ લાગી તે વખતે જ એક દર્દીની હાર્ટ સર્જરી ચાલતી હતી. ડોક્ટરોએ આગની વચ્ચે પણ એ દર્દીનું ઓપરેશન પાર પાડયું હતું. ડોક્ટરોની આ ટીમની ભારે પ્રશંસા થઈ રહી છે.
રશિયાની જે હોસ્પિટલમાં લાગી હતી એ બિલ્ડિંગ એક સૈકા કરતાં પણ વધારે જૂની છે. ૧૯૦૭માં બનેલી આ ઈમારતમાં હવે હોસ્પિટલ કાર્યરત છે. હોસ્પિટલના નીચેના માળમાં એક દર્દીની હાર્ટ સર્જરી શરૃ થઈ એ જ વખતે ઉપરના માળે ભયાનક આગ ફાટી નીકળી હતી. આઠ ડોક્ટર્સ અને નર્સની ટીમ ધારે તો સર્જરી અટકાવીને આગમાંથી સલામત બહાર નીકળી શકે તેમ હતા, પરંતુ આ ટીમે હિંમત બતાવીને નીચેના માળે ઓપરેશન શરૃ રાખ્યું હતું.
આગ છતા ઓપરેશન શરુ રાખ્યું
એક તરફ ફાયરફાઈટર્સની ટીમ ઉપરના માળે લાગેલી આગ ઠારવામાં પડી હતી ને બીજી તરફ ડોક્ટર્સની ટીમ દર્દીનો જીવ બચાવવામાં વ્યસ્ત હતી. લગભગ બે કલાકની મહેનત પછી ફાયર ફાઈટર્સે આગ કાબૂમાં લીધી હતી. દોઢ-કલાકની મહેનત પછી ઓપરેશન પણ પાર પડયું હતું. ઓપરેશન પછી દર્દીને નજીકની હોસ્પિટલમાં સલામત રીતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ડોક્ટર્સની ટીમે માત્ર આગથી જ નહીં, પરંતુ ભયાનક સ્થિતિ વચ્ચે ઓપરેશન કરીને પણ દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં લોકોએ ડોક્ટર્સની ટીમની પ્રશંસા કરી હતી.
સરકારે કહ્યું હતું કે આગના કારણે કોઈ જ જાનહાનિ થઈ ન હતી. ડોક્ટર્સ સહિત તમામ ૧૨૮ લોકોને હોસ્પિટલમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31