Last Updated on April 4, 2021 by
યુકેની ધ મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ તેના કોરોના રસીકરણ કાર્યક્રમ વિશેના સાપ્તાહિક યલો કાર્ડ મોનિટરિંગમાં જણાવ્યું હતું કે યુકેમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી મેળવનારા 18.1 મિલિયન લોકોમાંથી 30 જણાને જ લોહીની ગાંઠો પડવાની સમસ્યા થઇ હતી અને તેમાંથી માત્ર સાત જણાના જ મોત થયા હતા.
આ રસીના જોખમ સામે તેના લાભ વધારે છે તેવી સલાહ જારી રાખતાં એજન્સીએ લોકોને રસી લેવાની ભલામણ કરી હતી. યુરોપમાં કેટલાક લોકોને એસ્ટ્રાઝેનેકાની આ કોરોના રસી લીધા બાદ લોહીમાં ગાંઠો પડી જવાને કારણે જર્મનીએ તેના વપરાશને મર્યાદિત કરી દીધો હતો. યુકેમાં જો કે, ફાઇઝર-બાયોએનટેકની રસીમાં લોહીમાં ગાંઠ પડી જવાની કોઇ ઘટના નોંધાઇ નથી.
બાંગ્લાદેશમાં 7 દિવસનું લોકડાઉન
બાંગ્લાદેશમાં કોરોનાના કેસો અને મરણાંક વધવાને પગલે સરકારે સોમવારથી દેશમાં સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. બંગલાદેશના માર્ગ પરિવહન પ્રધાન અબ્દુલ કાદરે ઢાકામાં પત્રકારો સમક્ષ આ જાહેરાત કરી હતી. શુક્રવારે બંગલાદેશમાં કોરોનાના નવા 6,830 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 6,24,594 થઇ હતી.
છેલ્લા 24 કલાકમાં 50 જણાના મોત થતાં કુલ કોરોના મરણાંક 9,155 થયો હતો. જો કે,લોકડાઉનમાં પણ કામદારો માટે ફેકટરીઓ ખુલ્લી રહેશે. જાહેર વહીવટ ખાતાના પ્રધાન ફરહાદ હુસેને જણાવ્યું હતું કે ઓફિસ અને અદાલતો બંધ રહેશે પણ ઉદ્યોગો અને મિલોમાં રોટેશનમાં કામ ચાલુ રહેશે.
મેક્સિકોમાં મોતનો આંકડો ત્રણ લાખ નજીક
મેક્સિકોમાં પણ કોરોનાનો મરણાંક ત્રણ લાખની નજીક પહોંચી રહ્યો છે. બ્રાઝિલની સરખામણીમાં મેક્સિકોની હાલત ઓર ગંભીર છે પણ યુએસ અને બ્રાઝિલમાં જ કોરોના મહામારીનો વિનાશ મોટાપાયે થયો હોવાના સમાચાર ચમકે છે.
બ્રાઝિલની 212 મિલિયનની વસ્તીમાં કોરોના મરણાંક 3,10,000 છે પણ મેક્સિકોમાં 126 મિલિયન લોકોની વસ્તીમાં મરણાંક 2,94,000 થઇ ચૂક્યો છે. ચીને ગયા મહિને જાહેરાત કરી હતી કે જે લોકો સ્વદેશી રસી લેશે તેમને સરળતાથી વીસા આપવામાં આવશે.
જેને પગલે હોંગકોંગના બિઝનેસ એક્ઝિક્યુટિવ અને વિદેશીઓ ચીનમાં જવાની સરળતા રહે તે માટે ચીની બનાવટની રસી મુકાવી રહ્યા છે. યુરોપમાં ચીની કંપનીઓએ લાઇસન્સ મેળવવા કે મંજૂરી મેળવવા માટે અરજી કરી નથી પણ યુરોપમાં રસીકરણ એટલું ધીમું થઇ રહ્યું છે કે ઘણાં દેશોમાં ચીની રસીનો પગપેસારો થઇ ગયો છે.
ચેક સરકાર દ્વારા ચીનના પ્રમુખ શીને સાઇનોફાર્મ રસી આપવા માટે વિનંતી કરવામાં આવી છે. હંગેરી દ્વારા પણ ચીની રસી મેળવવાના પ્રયાસો થઇ રહ્યા છે. દરમ્યાન દુનિયામાં કોરોનાના 3,00,989 નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 131,104,777 થઇ છે. આજે કોરોનાને કારણે 4,171 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 28,54,391 થયો હતો.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31