Last Updated on April 3, 2021 by
વૃધ્ધ મા-બાપની સેવા ન કરતા સંતાનોની સંપત્તિ પાછી ખેંચી લેવાની સાથે જ એવા બાળકો કે સંબંધીઓ કે જે વૃધ્ધોનાં ઘરમાં રહે છે પરંતું તેમની દેખભાળ નથી રાખતા તેમને પણ ઘરમાંથી કાઢી મુકવામાં આવશે. ઉત્તર પ્રદેશ સ્ટેટ લો કમિશન (UPSLC) એ આ સંબંધમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પ્રસ્તાવ સોંપ્યો છે. જે અંતર્ગત માતા-પિતા તથા અગ્રણી નાગરિકોનાં ભરણપોષણ અને કલ્યાણ કાયદો-2007માં સુધારાનો પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે.
વૃદ્ધ લોકો સાથે થાય છે અપમાનજનક વ્યવહાર
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ વૃધ્ધ આ ફરિયાદ કરે છે કે તેમના સંતાનો તેમની દેખભાળ નથી રાખતા જો કોઇ સંતાનો અને સંબંધીઓ વૃધ્ધોનાં ઘરમાં તેમની સાથે રહે છે અને તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરે છે તેમને પણ ઘરમાંથી કાઢી મુકવામાં આવશે.
પ્રોપર્ટી પર કબ્જો કર્યા બાદ ઘરમાંથી હાંકી કાઢતા સંતાનો
ખરેખર તો UPSLC નાં કાયદાનો અભ્યાસ કર્યા બાદ પુર્વે સોંપવામાં આવેલી તેમની રિપોર્ટમાં તે કહેવામાં આવ્યું હતું કે ઘણીવાર સંતાનો જ તેમના ઘરડા મા-બાપને તેમની પોપર્ટીમાંથી હટાવી દે છે અથવા તો તેમને ઘરમાંથી કાઢી મુકવા માટે તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરે છે. જેને ધ્યાનમાં રાખીને આ પ્રસ્તાવ આપવામાં આવી રહી છે.
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મોટાભાગનાં કેસમાં એ જોવામાં આવ્યું છે કે સંતાનો પ્રોપર્ટીનાં ભાગ પર કબજો કરી લે છે અને માતા-પિતાને ઘરમાં રહેવા માટે એક નાનો ભાગ આપી દે છે. એટલા માટે વૃધ્ધ માતા-પિતાનાં ઉત્તમ જીવન માટે આ કાયદો ખુબ જ જરૂરી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31