Last Updated on April 3, 2021 by
પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ જણાવ્યું હતું કે લેરી થોમસને ટ્રસ્ટની રમત રમવા માટે કહ્યું અને ત્યારબાદ અમે થોમસના પગ બાંધી દીધા હતા. જ્યારે તેણે અમાન્દાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેના માથા પર દારૂની બોટલ ફટકારી.
અમેરિકાના ઉત્તર કેરોલિનામાં એક મહિલાને 40 વર્ષની જેલની સજા સંભળાવી છે. આરોપ છે કે આ મહિલાએ તેની નાની બહેન અને પિતા સાથે મળીને થોમસ નામના વ્યક્તિ પર ઘાતકી હુમલો કર્યો થોમસ આરોપી મહિલાની નાની બહેનનો બોયફ્રેન્ડ હતો. ત્રણેએ 3 દિવસ સુધી તેની પર અત્યાચાર ગુજાર્યો હતો.
બોયફ્રેન્ડની હત્યા કર્યા બાદ પિતા સાથે લગ્ન કર્યા
એક અહેવાલ મુજબ, બોયફ્રેન્ડની હત્યા કર્યા પહેલા ત્રણેયએ તેને ડ્રગ્સ આપ્યાં હતા અને ત્યારબાદ તેના બોયફ્રેન્ડ થોમસની હત્યા કરતા પહેલા તેને ભારે માર માર્યો હતો. હત્યા કર્યા પછી થોમસના શરીરને દફનાવી અને પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો. નોંધપાત્ર વાત એ છે કે થોમસની હત્યાના ત્રણ અઠવાડિયા પછી અમાન્દા અને તેના પિતા લેરીએ વર્જિનિયામાં લગ્ન કર્યા.
નાની બહેન અને પિતાને સજા કરવામાં આવી છે
આપ ને જણાવી દઈએ કે આરોપી મહિલાનું નામ અન્ના મેરી છે. તે હવે 33 વર્ષની છે. ગયા વર્ષે 31 ઑક્ટોબરે કોર્ટે આરોપીની નાની બહેન અમાન્દાને 40 વર્ષ અને પિતા લેરી મેક્લ્યુરેને આજીવન કેદની સજા સંભળાવી હતી.
ષડયંત્ર રચી બોયફ્રેન્ડની હત્યા કરાઈ
તપાસમાં બહાર આવ્યું છે કે અમાન્દા અને તેનો બોયફ્રેન્ડ થોમસ લાંબા સમયથી સંબંધમાં હતા. તે બંને ઇન્ડિયના સ્ટેટમાં રહેતા હતા. એક દિવસ તેની કારમાં કંઇક ખરાબી આવી. જે પછી અમાન્ડાના પિતા લેરી અને તેની બહેન અન્ના ઇન્ડિયાના આવ્યા અને તે બંનેને વર્જિનિયા લઈ ગયા.
તે દિવસે શું થયું?
પૂછપરછ દરમિયાન અન્નાએ કહ્યું કે લેરીએ થોમસને ટ્રસ્ટ ગેમ રમવા માટે કહ્યું અને ત્યારબાદ અમે થોમસના પગ બાંધી દીધા. આ પછી અમે તેને ડ્રગ્સ આપ્યા અને તેને માર માર્યો. જ્યારે તેણે અમાન્દાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે તેના માથા પર દારૂની બોટલ ફટકારી. પછી અમે તેના શરીરને કાળી કચરાપેટીમાં ભરીને દફનાવી દીધું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31