GSTV
Gujarat Government Advertisement

શુ તમને ખબર છે કેટલીક ગંભીર ભૂલોના કારણે મહિલાઓને ગર્ભવતી થવામાં તકલીફ પડે છે ?

Last Updated on April 3, 2021 by

અમેરિકાના સેંટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિર્વેશન (CDC)નું માનવામા આવે તો 10 ટકા મહિલાઓને ગર્ભવતી થવામાં તકલીફ પડી રહી છે. આ મહિલાઓને નાનપણની બિમારી કે પછી મેડિકલ કારણોથી નહીં, પણ પોતાની જીવનશૈલીની કેટલીક ભૂલોના કારણે ગર્ભવતી થવામાં તકલીફ પડે છે.

મોટાપાના કારણે તકલીફ

ગાયનૈકોલજિસ્ટ્સનું માનવામાં આવે તો જો કોઈ મહિલા મોટાપાની શિકાર છે. તો ગર્ભધારણ પહેલા આ મહિલાએ તેમનું વજન ઉતારવાની કોશિષ કરવી જોઈએ કારણે કે મોટાપાના કારણે હોર્મેન્સના ઉત્તપાદનમાં ભારે તકલીફ પડતી હોય છે.

ખૂબ પાતળા હોવાનો ગેરફાયદો

જેવી રીતે મોટાપાના કારણે તકલીફ ઉભી થાય છે. તેવી જ રીતે વધારે પડતા પાતળા હોવાનો પણ ગેરફાયદો છે. શરીર ઓછુ હોવાથી શરીરમાં ફૈંટ બિલકુલ હોતું નથી. અગર તમે માતા બનવા માંગો છો તો હેલ્દી શરીર અને હેલ્દી વજન રાખવું ખૂબજ જરૂરી છે.

ધમ્રપાન કરવાથી તકલીફ વધે છે

અમેરિકન સોસાયટી ફોર રિપ્રોડક્ટિવ મેડિસિનના જણાવ્યા અનુસાર અંદાજે 13 ટકા મહિલાઓ સ્મોકિંગ કરતી હોય છે. સિગરેટનો ધૂમાડો મહિલાઓ અને પુરુષો બંનેના હોર્મોન્સમાં તકલીફ પહોંચાડે છે.

દારૂનું સેવન કરવાથી માતા-બાળકને નુકસાન

જો કોઈ મહિલા રેગ્યુલર દારૂનું સેવન કરે છે તો તેની સીધી અસર ઓવ્યુલેશન અને ઈન્ફર્ટિલિટીની બિમારીઓ પર પડે છે. તે ઉપરાંત કોઈ મહિલા ગર્ભાવસ્થા દરમ્યાન દારૂ પીવે છે તો બાળકના જન્મે સમયે (પ્રીમેચ્યોર) બેબી થવાની સંભવાના રહેલી છે.

ઉંમર વધતા મા બનવામાં તકલીફ પડે છે

બાળકને જન્મ આપવાની ઉંમર 25 થી 35 સારી માનવામાં આવે છે. તેવું ડૉકટરનું માનવું છે. કારણ કે 35ની ઉંમરે મહિલાઓના અંડાશયમાં રહેલી એગ્સ ક્વોલિટી ખરાબ થતી જાય છે. જેના કારણે નેચરલ રીતે મા બનવું મુશ્કિલ બને છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો