Last Updated on April 3, 2021 by
દુનિયાના ઘણાં દેશોમાં કોરોના મહામારી બેકાબૂ બનવાને કારણે કેસોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ઝડપભેર ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના ચેપને નિયંત્રણમાં લેવા માટે એક મહિના માટે લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. બીજી તરફ બ્રાઝિલમાં કોરોનાના એક જ દિવસમાં 94,000 કેસો નોંધાયા છે અને 3769 જણાના મોત થયા છે. પાકિસ્તાન, ફ્રાન્સ અને તુર્કીમાં પણ કોરોનાના કેસોમાં મોટો વધારો જણાયો છે.
કેસો વધતા લોકડાઉન જાહેર
કેનેડાના ઓન્ટારિયોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાને પગલે લોકડાઉન જાહેર કરીને હોટલ-રેસ્ટોરાંને બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પર 50 ટકા લોકોને ખરીદી કરવાની તક આપવામાં આવશે. કેનેડામાં સારી એવી વસ્તી ધરાવતાં ઓન્ટારિયોમાં રોજના સરેરાશ ચાર હજાર કેસ નોંધાવા માંડયા છે. દુનિયામાં આજે કોરોનાના નવા 2,35,230 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 130,400,244 થઇ હતી. જ્યારે આજે કોરોનાના કારણે 3699 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 28,43,486 થયો હતો.
આ દેશોમાં પણ પ્રતિબંધ
બીજી તરફ યુકેએ જ્યાં પ્રવાસ કરવાની બંધી છે તેવા દેશોના રેડ લિસ્ટમાં ફિલિપાઇન્સ, કેન્યા, પાકિસ્તાન અને બાંગલાદેશનો ઉમેરો કર્યો છે. આ દેશોમાં જવા-આવવા પરનો પ્રતિબંધ નવ એપ્રિલથી અમલમાં આવશે. 40 દેશોના રેડ લિસ્ટમાંથી આવતાં પ્રવાસીઓને ઇંગ્લેન્ડમાં પ્રવેશ નકારવામાં આવશે. માત્ર બ્રિટિશ અને આઇરિશ નાગરિકોને જ દેશમાં પ્રવેશવા દેવામાં આવશે અને તેમણે સરકારી માન્યતા પ્રાપ્ત ક્વોરન્ટાઇન સુવિધામાં 10 દિવસ ગાળવા પડશે. બીજી તરફ બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાના 91,000 કરતાં વધારે કેસો નોંધાયા છે અને 3769 જણાના મોત થયા છે. માત્ર માર્ચ મહિનામાં જ કોરોનાએ બ્રાઝિલમાં 66,000 કરતાં વધારે લોકોનો ભોગ લીધો છે. ફ્રાન્સમાં પણ એક જ દિવસમાં 50,000 કરતાં વધારે કેસ નોંધાયા હતા અને 308 જણાના મોત થયા હતા. તો તુર્કીમાં પણ એક જ દિવસમાં 40,000 કરતાં વધારે કોરોનાના કેસ નોંધાયા હતા.
પાકિસ્તાનમાં 1 દિવસમાં 5 હજાર કેસ
પાકિસ્તાનમાં પણ એક જ દિવસમાં કોરોનાના પાંચ હજાર કેસ નોંધાયા હતા. બીજી તરફ પાકિસ્તાનમાં રસી કૌભાંડોની પણ શરૂઆત થઇ ગઇ છે. 1400 બિન અધિકૃત લોકોને રસી આપવાનું કૌભાંડ ત્રણ હોસ્પિટલમાંથી પકડાયું છે. દરમ્યાન રશિયાએ પ્રાણીઓ માટે દુનિયાની સૌ પ્રથમ કોરોના રસી વિકસાવી લીધી છે. કાર્નિવેક-કોવ નામની આ રસીનું મોટાપાયે ઉત્પાદન એપ્રિલમાં શરૂ થઇ શકે તેમ છે. મોસ્કો દ્વારા માણસો માટે ત્રણ કોરોના રસીઓ સ્પુટનિક ફાઇવ, એપિવેક કોરોના અને કોવિવેકને ઇમરજન્સીમાં વાપરવાની મંજૂરી આપેલી છે.
પ્રાણીઓ માટે રસીનું ટ્રાયલ
પ્રાણીઓ માટેની કોરોના રસીની ટ્રાયલ ગયા ઓક્ટોબર મહિનામાં શ્વાન, બિલાડી, શિયાળ, મિન્ક અને અન્ય પ્રાણીઓ પર શરૂ કરવામાં આવી હતી. આ ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે પ્રાણીઓમાં એન્ટીબોડીઝ વિકસ્યા હતા અને પ્રાણીઓને રસી લીધા બાદ કોઇ મોટી તકલીફ થઇ નહોતી. ભારતમાં પુણે સ્થિત સેરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા એસ્ટ્રાઝેનેકાની રસીની નિકાસ અટકાવી દીધી હોવાથી શ્રી લંકાને રસીના અભાવે રસીકરણને અટકાવી દેવાની ફરજ પડી છે. બીજી તરફ વિજ્ઞાનીઓએ રસી લેનારાઓને પણ માસ્ક પહેરવાની સલાહ આપી જણાવ્યું હતું કે જેમણે રસી લીધી છે તેમને કોરોના વાઇરસનો ચેપ લાગવાની શકયતા નથી પણ કશું સો ટકા સલામત નથી. તેઓ કોરોનાનો ચેપ પણ ફેલાવી શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31