GSTV
Gujarat Government Advertisement

બૉલીવુડ દબંગ સલમાન ખાને આ ભારતીય શોર્ટ વિડીયો એપના બન્યા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, કર્યું મોટું રોકાણ

સલમાન

Last Updated on April 3, 2021 by

બૉલીવુડ અભિનેતા સલમાન ખાને ઘરેલુ શોર્ટ વિડીયો એપ ચિંગારીમાં રોકાણ કર્યું છે. ભારતમાં સૌથી ઝડપથી વધતા સુપર એન્ટરટેઇન્મેન્ટ એપ ચિંગારીએ શુક્રવારે સલમાન ખાનને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને ઇન્વેસ્ટર ઘોષિત કર્યા છે. જો કે કંપનીએ જણાવ્યું નથી કે તેમણે કેટલું રોકાણ કર્યું છે.

ચિંગારીથી સહ સંસ્થાપક તેમજ મુખ્ય કાર્યાલય અધિકારી સુમિત ઘોષે કહ્યું કે, આ ચિંગારી માટે ખુબ મહત્વપૂર્ણ પાર્ટનરશિપ છે. આપણે ભારતમાં રોજ રાજ્ય સુધી પહોંચવા ઇચ્છીએ છે અને આ અમારા માટે ખુબ ખુશીની વાત છે કે સલમાન ખાન અમારા ગ્લોબલ બ્રેન્ડ એમ્બેસેડર અને રોકાણકાર તરીકે જોડાઈ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે અમારી ભાગીદારી ભવિષ્યમાં ચિંગારીને અને વધુ ઉપર લઇ જવામાં મદદરૂપ થશે.

સલમાન ખાને ચિંગારીમાં કર્યું રોકાણ

ઘોષે કહ્યું કે તેમણે આ ભાગીદારીથી નવો મુકામ પ્રાપ્ત કરશુ મને વિશ્વાસ છે. સલમાન ખાને આ અંગે કહ્યું કે ચિંગારીએ પોતાના ઉપભોક્તા અને સામગ્રી નિર્માતા માટે મૂલ્ય જોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું કે મને પસંદ છે કે ચિંગારીએ આટલા ઓછા સમયમાં કેવી રીતે આકાર લીધો. આ ગ્રામીણથી શહેરી ક્ષેત્રો સુધી લાખો લોકોને એમની પ્રતિભા દેખાડવાનો અવસર આપતું એક મેચ છે.

આ લોકોએ કર્યું રોકાણ

TikTok

ડિસેમ્બર 2020 સુધી ચિંગારીએ ભારત અને દુનિયાભરમાં પોતાના બ્લુ ચિપ બેન્કર્સ પાસે, 1.2 મિલિયન ડોલરનું ફંડ એકત્રિત કર્યું હતું. ચિંગારીના રોકાણકારોમાં એંજલ લિસ્ટ, આઇસીડ, વેલઝ ગ્લોબલ, બ્લુમ ફાઉન્ડર્સ ફંડ, જસમિન્દર સિંહ ગુલાટી અને અન્ય પ્રમુખ નામો વાળી સંસ્થા રોકાણ સમૂહમાં સામેલ છે. ચિંગારીએ ઓનમોબાઇલમાં નેતૃત્વમાં હાલમાં 13 મિલિયન ડોલરના ફંડિંગના એક નવા રાઉન્ડને ક્લોઝ કર્યો છે. આ દરમિયાન ભાગ લેવા વાળા અન્ય રોકાણકારોમાં રિપબ્લિક લેબ્સ યુએસ, એસ્ટાર્ક વેન્ચર, વ્હાઇટ સ્ટાર કેપિટલ, ઇન્ડિયા ટીવી(રજત શર્મા), જેપીઆઇએન વેંચર્સ કેટેલિસ્ટ્સ લિમિટેડ, પ્રોફિટબોર્ડ વેંચર્સ અને યુકેથી થોડા મોટા ફેમિલી ફંડ્સ સામેલ છે.

ચિંગારી અંગે

ચિંગારી ભારતની સૌથી લોકપ્રિય એપ માંથી એક છે. એનું સ્વામિત્વ Tech4Billion Media Private Limited પાસે છે. આ એપના માધ્યમથી યુઝર અંગ્રેજી-હિન્દી સહીત 12થી વધુ ભાષામાં વિડીયો બનાવી શકે છે અને અપલોડ કરી શકે છે. અત્યાર સુધી ચિંગારીએ 56 મિલિયનથી વધુ યુઝર્સના આંકડા મેળવ્યા છે. ભારતમાં દરેક મિનિટે યુઝર વધી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો