GSTV
Gujarat Government Advertisement

બાઈડેન બગડ્યા/ અમેરિકામાં અમેઝોન જેવી કંપનીઓ એક પૈસાનો ટેક્સ નથી આપતી, આટલો વધારી દીધો કોર્પોરેટ ટેક્સ

અમેઝોન

Last Updated on April 3, 2021 by

કાગડા બધે કાળા હોય એ કહેવત સાર્થક ઠરતી હોય તેમ અતિ વિકસિત એવા અમેરિકામાં કોર્પોરેટ કંપનીઓ પણ કરચોરી કરવામાં પાછળ નથી. વધુમાં નાની-મોટી નહીં, પરંતુ ફોર્ચ્યુન ૫૦૦માં સ્થાન ધરાવતી અમેઝોન સહિત ૯૧ કંપનીઓ એક પૈસાનો ફેડરલ ટેક્સ નથી ચૂકવતી જ્યારે સામાન્ય મધ્યમ વર્ગ ૨૦ ટકા જેટલો ઊંચો ટેક્સ ચૂકવે છે તેમ અમેરિકન પ્રમુખ જો બાઈડેને જણાવ્યું હતું.

અમેરિકન પ્રમુખ જો બાઈડેને પેન્સીલવેનિયાના પિટ્સબર્ગમાં એકગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમેરિકાની અમેઝોન જેવી ૧૯ કંપનીઓ કે જે ફોર્ચ્યુન ૫૦૦માં સામેલ છે તે એક પૈસાનો ફેડરલ ટેક્સ ચૂકવતી નથી. અગાઉ બાઈડેને કોર્પોરેટ ટેક્સમાં વધારો કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓ પર ટેક્સનો બોજ વધાર્યો હતો.

અમેઝોન

મધ્યમ વર્ગના પરિવારો ૨૦ ટકા જેટલો ઊંચો ટેક્સ ચૂકવે છે ત્યારે ફેડરલ ટેક્સ નહીં ચૂકવતી ૯૧ કંપનીઓ પર બાઈડેન વરસ્યા

બાઈડેને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન જાહેર કરતાં કોર્પોરેટ ટેક્સ રેટ ૨૧ ટકાથી વધારીને ૨૮ ટકા કર્યો હતો અને ટેક્સના કાયદાઓમાં રહેલાં છીંડા પૂરવા માટે ટેક્સના નિયમોમાં ફેરફાર કર્યા હતા. ટેક્સ કાયદાઓમાં રહેલા છીંડાઓનો ઉપયોગ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમનો નફો વિદેશમાં લઈ જતી હતી તેમ વ્હાઈટ હાઉસે ૨૫ પાનાના અહેવાલમાં જણાવ્યું હતું.

બાઈડેને જણાવ્યું હતું કે, દેશમાં કામ કરતી બહુરાષ્ટ્રીય કંપનીઓ ટેક્સ કાયદામાં રહેલાં વિવિધ છીંડાનો ઉપયોગ કરીને ફેડરલ ઈન્કમ ટેક્સમાં એક પૈસો પણ ચૂકવતી નથી જ્યારે તેનાથી એકદમ વિપરિત સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો ૨૦ ટકા જેટલો ઊંચો ટેક્સ રેટ ચૂકવે છે. હું તેમને દંડીત કરવા માગતો નથી, પરંતુ આ ખોટું છે.

અમેઝોન

અમેઝોને બાઇડેનને આપ્યો આ જવાબ

બાઈડેનના જવાબમાં અમેઝોનના મહિલા પ્રવક્તાએ કંપનીની પબ્લિક પોલિસી અને કોમ્યુનિકેશનના વડા તથા પૂર્વ પ્રમુખ ઓબામાના સમયમાં વ્હાઈટ હાઉસમાં પ્રેસ સચિવ રહી ચૂકેલા જે કાર્નેની એક ટ્વીટ તરફ અંગૂલીનિર્દેશ કર્યો હતો. જેક કાર્નેએ એક ટ્વીટમાં અમેરિકન ટેક્સ કાયદામાં મળતી રિસર્ચ અને ડેવલપમેન્ટ ટેક્સ ક્રેડિટનો ઉલ્લેખ કર્યો હતો.

કાર્નીએ ટ્વીટ કરી હતી કે, આરએન્ડડી ટેક્સ ક્રેડિટ કાયદામાં રહેલું કોઈ છીંડું હોય તો તે નિશ્ચિતપણે કોંગ્રેસની બાબત છે. આરએન્ડડી ટેક્સ ક્રેડિટ વર્ષ ૧૯૮૧થી અસ્તિત્વમાં છે અને તેને ૧૫ વખત વધારવામાં આવી હતી. ત્યાર પછી ૨૦૧૫માં પ્રમુખ બરાક ઓબામાના સમયમાં તેને કાયમી બનાવી દેવાઈ હતી.

જોકે, અમેઝોને બે વર્ષ સુધી એક પણ પૈસાનો ટેક્સ નહીં ભર્યા પછી ૨૦૧૯માં ફેડરલ ઈન્કમ ટેક્સ ભરવાનું શરૂ કર્યું હતું. જોકે, બાઈડેને અગાઉ પણ અમેઝોનને નિશાન બનાવી હતી. જૂન ૨૦૧૯માં બાઈડેને અમેઝોનનું નામ લઈને કહ્યું કે કોઈપણ કંપની ફાયર ફાઈટર્સ અને શિક્ષકો કરતાં ઓછો ટેક્સ ભર્યા વિના અબજો ડોલરનો નફો રળી શકે નહીં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો