GSTV
Gujarat Government Advertisement

‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ફેમ કાંચી સિંહને થયો કોરોના, પોસ્ટ શેર કરી ફેંસને આપી જાણકારી

Last Updated on April 3, 2021 by

કોરોનાનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. ચાહકોને ફરી એકવાર કોરોના વાયરસનો ભયંકર સ્વરૂપ જોવા મળ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોનાની પકડમાં આવી ગયું છે. મહારાષ્ટ્રની સ્થિતિ નિયંત્રણમાંથી બહાર આવી રહી છે. આવી સ્થિતિમાં મુંબઈમાં એક સેલેબ પણ કોરોનાની પકડમાં છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ અભિનેત્રી કાંચી સિંહ પણ કોરોનાનો શિકાર બની છે.

નાના પડદાના તમામ સેલેબ્સ સતત કોરોનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, તેવા સંજોગોમાં હવે કાંચી પણ કોરોનાનો શિકાર બની છે. કાંચીએ કોરોનાના સમાચાર સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપ્યા છે.

કાંચીને થયો કોરોના

તાજેતરમાં કાંચીએ કોવિડ -19 નો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તાજેતરમાં અભિનેત્રી તેની આગામી બોલીવુડ ફિલ્મના શૂટિંગ માટે ભોપાલ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આપ્યા છે.
કાંચીએ ફેંસને જાણકારી આપતા સોશ્યલ મીડિયા પર લખ્યું કે, દુર્ભાગ્યથી મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં ખુદને હોમ ક્વોરન્ટાઈન કરી લીધી છે. હું તમામ સૂરક્ષા પ્રોટોકૉલનું પાલન કરી રહી છું. તમે તમામ લોકો પોતાની સૂરક્ષાનું ધ્યાન રાખો અને ઘરથી બહાર ન નીકળો. આપણે તમામ લોકો ઘરમાં રહીને આ વાયરસથી લડીએ. લવ, કાંચી.

કાંચીનું બ્રેકઅપ

તાજેતરમાં કંચીનો કો-સ્ટાર રોહન મેહરા સાથે બ્રેકઅપ થયું છે. કાંચીએ પુષ્ટિ આપી છે કે હવે બંને અલગ થઈ ગયા છે. 14 ફેબ્રુઆરીએ કાંચીએ ચાહકોને રોહનથી અલગ થવાના સંકેત આપ્યા હતા. 2017 માં પણ એક વખત તેમના છૂટા થયાના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ કેટલાક કારણોને લીધે આ બંનેના સંબંધ બચી ગયા હતા પરંતુ આ વખતે તે બંને અલગ થઈ ગયા છે.

ટીવી સેલેબ્સને થઈ રહ્યો છે કોરોના

તાજેતરમાં, મોનાલિસાની કોવિડ પોઝિટિવ હતી, તેની પુષ્ટિ તેમના પતિ વિક્રાંતસિંહ રાજપૂતે કરી હતી. આ સાથે ‘અનુપમા’ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે, મોલક્કીની સીરિયલ તોરલ રાસપુત્રા, અમર ઉપાધ્યાય, પ્રિયાલ મહાજન, ઇશ્કની ખ્યાતિ અંકિત સિવાચ અને તારક મહેતા ફેમ મંદાર ચાંદવાલકરની પણ આખી સ્ટાર કાસ્ટ કોરોનાની પકડમાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો