GSTV
Gujarat Government Advertisement

ધ્યાન આપો/આ બેન્કના ગ્રાહકો માટે મોટી રાહત! ચેકબુક અને IFSC કોડને લઇ ત્રણ મહિના સુધીનો મળ્યો સમય

બેન્ક

Last Updated on April 3, 2021 by

જો તમારૂ બેન્ક એકાઉન્ટ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેન્ક અથવા કોર્પોરેશન બેન્કમાં છે તો તમારા માટે રાહતના સમાચાર છે. 1 એપ્રિલ 2021થી કોર્પોરેશન બેન્ક અને આંધ્રા બેન્કનો મર્જ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં થઇ ગયો છે. ત્યાર પછી આ બેંકોએ ચેકબુક અને IFSC કોડમાં ફેરફાર થવાના હતા. પરંતુ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે ખાસ એલાન થયું છે. બેંકે સ્પષ્ટ કરી દીધા છે લે આ ત્રણ બેંકોના IFSC કોડ અને ચેકબુકમાં 30 જુન સુધી કોઈ ફેરફાર કરવામાં નહિ આવે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ આ અંગે ટ્વીટ કરી જણાવ્યું કે, બેન્કે ગ્રાહકોને જાણકારી આપી છે કે આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કના હજાર IFSC કોડ અને ચેકબુક 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. યુબીઆઈના એલાન પછી બેંકે બંને બેન્કના ગ્રાહકોને ત્રણ માસની છૂટ આપી છે.

ઘરે બેઠા મળશે નવી ચેકબુક

આ ત્રણ મહિના દરમિયાન ગ્રાહક પોતાની ચેકબુક રિપ્લેસ કરી શકે છે. જો કે આ વચ્ચે જૂની ચેકબુકથી પણ પેમેન્ટ કરી શકે છે. ગ્રાહકો પાસે ઘર બેઠા IFSC કોડ અથવા ચેકબુક મંગાવવાનો વિકલ્પ પણ છે આ ચાર રીતે.

cheque clearance
  • યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર જઈ Amalgamation Center (મલેગમેશર સેન્ટર) સેન્ટર પર ક્લિક કરો.
  • પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી IFSC <IFSC> લખી 09223008486 પર મેસેજ કરો.
  • તમે પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી1800-208-2244 / 1800-425-1515 / 1800-425-3555 પર કોલ કરી શકો છો.
  • તમે ઈચ્છો તો સીધા બેન્કની બ્રાન્ચમાં જઈ પોતાનું કામ કરાવી શકો છો.
Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો