Last Updated on April 2, 2021 by
તાજેતરમાં જ સમાચારો આવી રહ્યાં છે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્રીલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં નવી વેતન સંહિતા (ન્યુ વેજ કોડ)ની અમલમાં લાવી છે. પરંતુ રાજ્યો તરફથી તૈયારી નહીં હોવાના કારણે તથા બીજા અન્ય કારણોમાંથી તેને ટાળી દીધી છે. સરકારે 29 કેન્દ્રીય લેબર કાયદાને મળીને 4 નવી સંહિત તૈયાર કરી છે. જે અંતર્ગત આવનારી નવી વેતન સંહિતાના પ્રાવધાન અનુસાર કર્મચારીનો બેઝીક પગાર તેના સીટીસી કરતા 50 ટકા વધારે કે તેટલો જ હોવો જોઈએ. પરંતુ શું તમને ખબર છે કે, સીટીસી, સેલેરી પેકેજ, બેઝીક સેલેરી અને ગ્રોસ સેલેરીમાં શું અંતર હોય છે ? જો તમે આ અંગે જાણવા માંગો છો તો તમારા માટે આ સમાચાર મહત્વના છે.
સીટીસીનો અર્થ શું છે ?
કંપની દ્વારા પોતાના કર્મચારી ઉપર વર્ષમાં ખર્ચ કરવામાં આવનારા પૈસા, કોસ્ટ ટુ કંપની એટેલે સીટીસી. સીટીસીને કંપનીનો ખર્ચ કહેવામાં આવે છે. તે અંતર્ગત ઘર ભાડુ, બચતમાં યોગદાન, મેડિકલ ઈન્શ્યોરન્સ અને ટેલિફોન બીલ વિગેરેનો સમાવેશ થાય છે. તો કેટલીક કંપનીઓ દ્વારા સીટીસીમાંથી ગ્રેચ્યુઈટીનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ એક પ્રકાનું બોનસ છે. જે કંપની પોતાના કર્મચારી તેના રિટાયર્ડ થવા ઉપર કે નોકરી છોડ્યા બાદ આપે છે.
શું હોય છે ગ્રોસ સેલેરી ?
ગ્રોસ સેલેરી વાસ્તવિક રાશીને દર્શાવે છે. કોઈપણ કપાત પહેલા મળનારા પગારને ગ્રોસ પગાર કહેવામાં આવે છે. તેમાં તમારો મૂળ પગારની સાથે સાથે પ્રોત્સાહન, બોનસ, ઘરભાડુ અને કર્મચારી ભવિષ્ય નિધિનો સમાવેશ થાય છે.
આ છે સીટીસી અને ગ્રોસ પગારમાં અંતર
ગ્રોસ વેતન કોઈ પણ કર્મચારીને વાર્ષિક મળનારો પગાર, ભાડુ અને એડ-ઓન લાભોનું એકત્રીકરણ છે. તો સીટીસી કંપની દ્વારા કર્મચારી ઉપર લગાવવામાં આવેલો કુલ ખર્ચ છે. ગ્રોસ વેતનમાં કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચારીના વિમાનો સમાવેશ થતો નથી. પરંતુ સીટીસીમાં આ બંનેનો સમાવેશ થાય છે.
શું હોય છે નેટ કે ચોખ્ખા પગારનો અર્થ ?
ટેક હોમ સેલેરી કે નેટ સેલેરીને હિન્દીમાં શુદ્ધ વેતન કહેવામાં આવે છે. તે એવી ચૂકવણી છે જે કંપની દ્વારા દરેક પ્રકારના કપાતને બાદ કરીને આપવામાં આવે છે. આ પગાર જે મહિનાના અંતમાં કંપની દ્વારા તમારા ખાતામાં જમા કરવામાં આવે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31