Last Updated on April 2, 2021 by
ક્રુડ ઓઈલના પ્રોડક્શનમાં ઘટાડા બાદ ભારત અને સઉદી અરબની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જેના કારણે હવે ભારતે પબ્લિક સેક્ટરની પેટ્રોલિયમ કંપનીઓને પ્રોડક્શન વધારવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે જ વેસ્ટ એશિયન દેશો પાસેથી ક્રુડ ઓઈલ ખરીદ કરારની સમીક્ષા કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં, તેલ ઉત્પાદકોને એલાઉન્સને તોડવા અને કિંમતોની શરતોને અનુકુળ કરવા માટે ભારત સરકારે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. સાથે વાતચીત કરી છે. સરકારે આ કંપનીઓને વેસ્ટ એશિયાના બહારથી ક્રુડ ઓઈલની સપ્લાઈ કરવાનો પ્રયાસ કરવા અને સામૂહિક રૂપથી વધારે અનુકુળ શરતો માટે કહેવામાં આવ્યું છે.
ભારતના આગ્રહને કર્યો નજરઅંદાજ
ઉલ્લેખનીય છે કે, ભારત જરૂરીયાતનું 85 ટકા ક્રુડ ઓઈલ માટે બીજા દેશો ઉપર નિર્ભર છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જ્યારે તેલની સપ્લાઈ અને કિંમતોમાં વધારો ઘટાડો થાય છે તો તેની ભારત ઉપર અસર પડે છે. ફેબ્રુઆરીમાં કાચા તેલના ભાવો ફી વધવાના શરૂ થયા હતા. તે સમયે ભારતે સઉદી અરબને પ્રોડક્શન કંટ્રોલ ઉપર કેટલીક રાહત દેવા માટે કહ્યું હતું. પરંતુ તેને ભારતના આ આગ્રહને નજરઅંદાજ કરી દીધો હતો. તે સમયે ભારતે પોતાની સપ્લાઈના વિવિધીકરણનો પ્રયાસ કરી રહ્યું છે.
ઓઈલની કિંમતો નક્કી કરવાનો સપ્લાયરને હક
અધિકારીએ કહ્યું હતું કે, પરંપરાગત રૂપથઈ સઉદી અરબ અને પેટ્રોલિયમ એક્સપોર્ટ દેશોના સંગઠન OPECના ઉત્પાદક અમારા મુખ્ય સપ્લાઈકર્તા છે. પરંતુ તેની શરતો સામાન્યરીતે ખરીદદારોની વિરૂદ્ધમાં હોય છે. એ માટે ભારતીય કંપનીઓ પોતાની 2/3 પરચેઝ ટર્મ કે નિશ્ચિત વાર્ષિક કોન્ટ્રાક્ટના આધાર ઉપર કરે છે. તેના કરારમાં ઈમ્પોર્ટની માત્રા નક્કી થાય છે. પરંતુ કિંમતો અને અન્ય શરતો સપ્લાયના પક્ષમાં આપી દે છે.
OPECના નિર્ણયની કિંમત ગ્રાહકો શા માટે ચુકવે ?
અધિકારીએ જણાવ્યું છે કે, ખરીદદારોએ નિર્ધાયરીત માત્રામાં ખરીદી કરવાની રહે છે. પરંતુ ઓપેક દ્વારા કિંમતો વધારવા માટે પ્રોડક્શનને આર્ટિફિશિયલ ફોર્મથી ઓછું કરવા માટે નિર્ણય લીધા બાદ સઉદી અરબ અને અન્ય ઉત્પાદકોની પાસે સપ્લાઈ ઘટાડવાનો વિકલ્પ હોય છે. તેવામાં ઓપેકના નિર્ણયની કિંમત ગ્રાહકો શા માટે ચુકવે ? જો અમે ઉપાડવા માટે પ્રતિબદ્ધ છીએ તો તેણે પણ સપ્લાઈ પુરી કરવી જોઈએ. કોઈ પણ સ્થિતિ કેમ ન હોય. વધુ એક મહત્વપૂર્ણ વાત એ છે કે, ખરીદદારને કોઈ પણ મહિના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં નિર્ધારીત માત્રામાં જે ક્રુડઓઈલ ઊપાડવાનું હોય છે તેની સૂચના ઓછામાં ઓછા 6 સપ્તાહ પહેલા દેવાની હોય છે. જ્યારે ખરીદદારને મેન્યુફેક્ચરર દ્વારા જાહેર કરવામાં આવેલા સરારેશ અધિકારિક દર ઉપર ચૂકવણી કરવાની રહે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31