Last Updated on April 2, 2021 by
જ્યારે તમે પોતાના દેશમાંથી બીજા દેશમાં જાઓ છો તો તમારા માટે સૌથી કામની ચીજ હોય છે તો તમારો પાસપોર્ટ. તમે કેટલાક દેશો સિવાય કોઈ પણ દેશમાં વિના પાસપોર્ટ યાત્રા કરી શકતા નથી. વિદેશમાં પાસપોર્ટ તમારા માટે મહત્વપૂર્ણ આઈડીપ્રુફ હોય છે. તે સિવાય ભારતમાં પણ પાસપોર્ટ એક આઈડી પ્રુફ તરીકે કામ કરે છે. જો તમે તમારો પાસપોર્ટ બનાવવા માંગો છો તો તમે ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને બનાવી શકો છો.
પરંતુ તમારે ઓનલાઈન પાસપોર્ટ બનાવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું રહેશે. જેમાં સૌથી મહત્વનું છે ઓફિશિયલ વેબસાઈટ, તમારે પાસપોર્ટ બનાવતા પહેલા પાસપોર્ટ સેવા કેન્દ્રની ઓફિશિયલ વેબસાઈટની જાણકારી હોવી આવશ્યક છે. કારણ કે, ઈન્ટરનેટ ઉપર તેની સાથે મળતા નામ વાળી ઘણી ફેક વેબસાઈટ છે. આ વેબસાઈટના માધ્યમથઈ તમે પાસપોર્ટ બનાવવા ઈચ્છુક લોકો સાથે છેતરપીંડી થઈ શકે છે.
એવામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઈટ ખોલતાની સાથે જ એક એલર્ટ મેસેજ દેખાશે. તેમાં ફેક વેબસાઈટના એડ્રેસ પણ લખેલા હશે અને બતાવવામાં આવ્યું છે કે તેમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ફેક વેબસાઈટની જાણકારી મેળવી શકો છો. તેવામાં જાણી લો સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એલર્ટને અને તેનાથી તમે કોઈ પણ પ્રકારની ફેક વેબસાઈટની ઓળખ કરી શકો છો.
શું છે એલર્ટ ?
એલર્ટમાં લખવામાં આવ્યું છે કે, મંત્રાલયને જાણવા મળ્યું છે કે, ઘણી બનાવટી વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન અરજદારોના ડેટા લઈ રહી છે અને તેની સાથે ઓનલાઈન અરજી ભરવા અને પાસપોર્ટ સંબંધિત સેવાઓ માટે અપોઈમેન્ટ બુક કરવા માટે વધારે ફી વસુલી રહી છે. કેટલીક વેબસાઈટમાં જેના ડોમેનમાં .org, .in, .com લાગ્યું હોય અને www.indiapassport.org, www.online-passportindia.com, www.passportindiaportal.in, www.passport-india.in, www.passport-seva.in, www.applypassport.org જેવી ઓફિશિયલ વેબસાઈટ સાથે મળતી વેબસાઈટ છે.
ઓફિશિયલ વેબસાઈટ ઉપરથી કરો એપ્લાઈ
સાથે જ કહેવામાં આવ્યું છે કે, એ માટે ભારતીય પાસપોર્ટ અને તેની સાથે સંબંધિત સેવાઓ માટે અરજી કરનારા તમામ નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે કે તે આવી છેતરપીંડી વાળી વેબસાઈટો ઉપર ન જાય કે પાસપોર્ટ સેવાઓ સાથે સંબંધિત ચૂકવણી ન કરે. પાસપોર્ટ સેવાઓને લાગુ કરવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ www.passportindia.gov.in છે. તે સિવાય અરજીકરતા mPassport Sevaની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરી શકે છે. જેને એન્ડ્રોઈડ અને આઈઓએસ એપ્લીકેશન સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
કઈ કઈ વસ્તુનું રાખવું પડશે ધ્યાન ?
જો તમે પાસપોર્ટ રિલેટેડ કોઈ પણ કામ કરાવવા માગો છો તો માત્ર www.passportindia.gov.in ઉપર જ જાઓ. તેની સાથે મળતા નામવાળી વેબસાઈટનું ધ્યાન રાખો અને તેના ઉપર જશો નહીં. જો તમે બનાવટી વેબસાઈટ ઉપર લોગઈન કરો છો તો તમારી સાથે હેકર્સ લાખો રૂપિયાની છેતરપીંડી લાગી શકે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31