GSTV
Gujarat Government Advertisement

ચૂંટણી પહેલા જ ડીએમકે નેતા સ્ટાલિનની મુશ્કેલીઓ વધી, પુત્રી-જમાઈના ઘરે આવકવેરા વિભાગનો સપાટો

Last Updated on April 2, 2021 by

તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભઆગે ડીએમકેના નેતા સ્ટાલિનના જમાઈના ઘરે દરોડા પાડતા અહીંનુ રાજકારણ ગરમાયુ છે. સ્ટાલિનના જમાઈ સબરીસનના ઘર, ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ આવકવેરાની ટીમો આજે સવારે એક સાથે ત્રાટકી હતી.જોકે કાર્યવાહી અંગે હજી વધારે ખુલાસો થયો નથી પણ એવુ મનાય છે કે, સ્ટાલિનના જમાઈના ઘરમાં મોટા પાયે રોકડ રકમ છુપાવાઈ હોવાની બાતમી આવકવેરા વિભાગને મળી હતી.

ડીએમકે

તામિલનાડુમાં 234 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થવાનુ છે.ડીએમકે અને કોંગ્રેસ ભેગા મળીને  ભાજપ અને એઆઈડીએમકે સામે ચૂંટણી લડી રહ્યા છે.આ સંજોગોમાં ચૂંટણી પહેલા જ પાડવામાં આવેલા દરોડોના પગલે તામિલનાડુમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આઈટી વિભાગે જે સ્થળોએ દરોડા પાડ્યા છે તેમાંથી એક સ્થળે સ્ટાલિનની પુત્રી એટલે કે સબરીસનના પત્ની રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો