GSTV
Gujarat Government Advertisement

આ વાત ઈમ્પોર્ટન્ટ છે: તમારા ટૂ-વ્હિલર માટે વીમો લઇ રહ્યા છો તો પહેલા જોઈ લેજો આ 5 બાબતો

Last Updated on April 2, 2021 by

જો તમે નવું ટૂ-વ્હિલર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો શું તમે વીમા કરાવવાને લઈને તમામ માહિતી મેળવી લીધી છે? વીમા નિષ્ણાતોનું કહેવું છે કે વીમા પ્રીમિયમના વધતા દર વચ્ચે યોગ્ય પોલિસીની પસંદગી કરવી ખુબ જ જરૂરી છે. ટૂ-વ્હિલરનો વીમો લેતા પહેલા થર્ડ પાર્ટી અથવા કમ્પ્રીહેન્સીવ કવરમાં કયું વધુ સારું રહેશે તેની પુરેપુરી જાણકારી મેળવી લેવી જોઈએ. સાથે જ પોલિસીની સાથે એડ-ઓન કવર લેવું પણ યોગ્ય રહેશે કે નહિ તે પણ સમજવું જરૂરી છે.

ટૂ-વ્હિલર

થર્ડ પાર્ટી કે કમ્પ્રીહેન્સીવ કવરની પસંદગી

જે રીતે નામ જોઈને જ ખબર પડે છે કે થર્ડ પાર્ટી બાઈક ઇન્સ્યોરન્સ જે થર્ડ પાર્ટીને નુકશાન થતા આર્થિક ખર્ચની ભરપાઈ કરે છે. થર્ડ પાર્ટીમાં પ્રોપર્ટી અથવા વ્યક્તિ સામેલ હોય છે. તો, કમ્પ્રીહેન્સીવ બાઈક ઇન્સ્યોરન્સ જે થર્ડ પાર્ટીની સાથે વાહનને કોઈપણ નુકશાન અને વ્યક્તિગત કવર આપે છે. આ, આગ, કુદરતી આફત, ચોરી, દુર્ઘટના અને માનવનિર્મિત આફત અને સંબંધિત આફતોની ઘટનાઓ સામે તમારી બાઇકને રક્ષણ આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્યારેય પણ પોલિસીની પસંદગી કરતા પહેલા મળતી સુવિધાઓ અને પ્રીમિયમ ખર્ચની ગણતરી જરૂર કરો.

એડ-ઓન કવર લેવું યોગ્ય રહેશે?

એક કમ્પ્રીહેન્સીવ વીમા પોલિસીથી તમામ પ્રકારના નુક્શાનની ભરપાઈ નથી કરી શકાતી. એવામાં તમે જો એડ-ઓન કવરનું પસંદગી કરી શકો છો. જોકે, એડ-ઓન કવર ઉમેરતા પ્રીમિયમનો ખર્ચ વધી જાય છે. એટલે ક્યારેય પણ એડઓન કવર લેતા પહેલા તમારી જરૂરિયાતો સમજી લો. ત્યારબાદ જ યોગ્ય કવરની પસંદગી કરો.

વીમાનું ઘોષિત મૂલ્ય

વીમા કંપનીઓ વીમો આપતી વખતે તમારી બાઇકનો બજાર ભાવે મૂકે છે. આને ઇન્સ્યોર્ડ ડિકલેર્ડ વેલ્યુ (આઈડીવી) કહેવામાં આવે છે. અકસ્માતમાં કે બાઇકને નુકશાન કે ચોરીના કિસ્સામાં કંપની આ કિંમતના આધારે વળતર ચૂકવે છે. તેથી આઈડીવી મૂલ્યનું વિશેષ ધ્યાન રાખવું કારણ કે તેના જ આધારે વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે છે.

યોગ્ય કંપનીની પસંદગી

વીમા કંપનીની પસંદગી સાવધાની સાથે કરવી. તે જ કંપનીની પસંદગી કરો જેને લઈને વીમાધારકોમાં સંતોષકારક રીવ્યુ હોય. વીમા કંપનીની પસંદગી વીમાકર્તાના ઇન્સ્યોરન્સ ક્લેઇમની પતાવટના ગુણોત્તર, યુઝર રીવ્યુ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર રિસર્ચ કરીને જ કરવી જોઈએ.

એ પોલિસી પસંદ કરો જેમાં વધુ ફાયદો હોય

નવા વાહન માટે ઘણીવાર લોકો સમય બચાવવા માટે ડીલર પાસેથી જ ઇન્સ્યોરન્સ લેતા હોય છે. પરંતુ ડીલર પાસેથી ઇન્સ્યોરન્સ લેવામાં ઓછ ફાયદા હોય છે. વાસ્તવમાં ડીલર એ જ કંપનીઓના વીમા આપે છે જેમની પાસેથી તેમને કમિશન મળતું હોય. એવામાં તે પહેલા પોતાના કમિશન પર ધ્યાન આપે છે. પરંતુ તમારા માટે એવું કવર લેવું જરૂરી છે જેમાં તમારો વધુ ફાયદો હોય અને જેમાં વધુમાં વધુ નુક્શાનની ભરપાઈ મળતી હોય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો