Last Updated on April 2, 2021 by
આર્યલેન્ડના કાંઠે સમુદ્રી સજીન વૉલરસ જોવા મળતાં સંશોધકોમાં અચરજ સર્જાયું હતું. કેમ કે વૉલરસ એ બર્ફિલા આર્કટિક (ઉત્તર ધ્રુવ) પ્રદેશમાં જોવા મળતું પ્રાણી છે. એ આર્યલેન્ડના કાઠે ક્યાંથી આવ્યું? સંશોધકોએ તપાસ કરતાં તેમને સમજાયુ છે કે આ વૉલરસ કોઈ હિમશિલા પર સુતું હશે અને એ હિમશિલા તણાતા તણાતા અહીં આવી પહોંચી હશે.
એટલે કે વૉલરસ સુતુ ત્યારે પોતાના વતનમાં હતું જ્યારે ઉઠયું ત્યારે આર્યલેન્ડના કાઠે પહોંચી ગયુ હતુ. આર્યલેન્ડથી સૌથી નજીકના બે સ્થળો છે, જ્યાં આ પ્રાણી જોવા મળે છે. એક ગ્રીનલેન્ડનો કાંઠો છે, જ્યારે બીજો સ્વાલબાર્ડ ટાપુનો કાંઠો છે. પણ આ બન્ને ટાપુ અનુક્રમે અઢી અને ૩ હજાર કિલોમીટર દૂર છે. એટલે વૉલરસે અજાણતા આ સફર કરી નાખી હતી.
આર્યલેન્ડના સંશોધકો એ વાતે મુંઝવણમાં છે કે જો અહીં આ વૉલરસને નહીં ફાવે તો તેને પરત કેમ મોકલવું. એકાદ હજાર કિલોગ્રામ સુધીના વજન ધરાવતા વૉલરસ ઉત્તર ધુ્રવ સિવાય ક્યાંય જોવા મળતાં નથી. તેના લાંબા દાંતને કારણે એ દૂરથી ઓળખાઈ આવતા હોય છે. અત્યારે આર્યલેન્ડ વાસીઓ તેને પોતાના કાંઠે જ જોવાની મજા લઈ રહ્યા છે.