GSTV
Gujarat Government Advertisement

કામનું / ITR દાખલ કરવા માટે જાહેર થયું નવુ ફોર્મ, જાણો કયાં લોકોને ભરવાનું રહેશે કયું ફોર્મ અને કેવી રીતે કરશો ડાઉનલોડ

Last Updated on April 2, 2021 by

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ આકારણી વર્ષ 2021-22 માટે એક નવું આવકવેરા રીટર્ન ફોર્મ (નવો આઈટીઆર ફોર્મ) બહાર પાડ્યું છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, સીબીડીટીએ સૂચિત નવા ફોર્મમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કર્યો નથી, જ્યારે છેલ્લી વખત તેમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો હતો. બોર્ડે આ વખતે સમાન ફેરફારો કર્યા છે, જે ખૂબ મહત્વના હતા. ખરેખર, આવકવેરા કાયદાની કલમ -1961 માં સુધારાને કારણે આ ફેરફારો કરવા પડશે. આટલું જ નહીં, આઈટીઆર ફોર્મ ભરવાની રીતમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નવા ફોર્મ અંહિથી કરો ડાઉનલોડ, નોકરીયાત વર્ગ આ ફોર્મનો કરે ઉપયોગ

CBDT તરફથી જારી કરેલુ ITR ફોર્મ http://egazette.nic.in/WriteReadData/2021/226336.pdf લિંક પર ઉપલબ્ધ છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ-1 અને ફોર્મ-4 સૌથી સરળ છે. તેનો ઉપયોગ નાના અને મધ્યમ કરદાતા કર છે. વર્ષે 50 લઆખ રૂપિયા સુધીની આવકવાળા ટેક્સપેયર્સ એટલે કે ફોર્મ-1નો ઉપયોગ કરીને લોકો ITR દાખલ કરે છે. સાથે જ માત્ર વેતન, એક ઘર કે વ્યાજથી આવક પામનારા કરદાતા પણ સહજ ફોર્મથી ITR ફાઈલ કરે છે. તો ITR દાખલ કરવા માટે સૂગમ એટલે ફોર્મ-4નો ઉપયોગ 50 લાખ રૂપિયા સુધીની વર્ષની આવકવાળા હિંદૂ અવિભાજીત પરિવાર (HUF) ફર્મ કરે છે. સાથે જ કારોબાર કે પ્રોફેશનથી આવક પ્રાપ્ત કરનારા લોકો પણ આ ફોર્મ દ્વારા ITR ભરે છે.

યોજના

આવકવેરા કાયદાની છૂટ પામનારા ITR ફોર્મ-7થી ભરે ITR

કારોબાર કે પ્રોફેશનથી આવક પ્રાપ્ત કરનારા વ્યક્તિગત કરદાતા અથવા હિંદૂ અવિભાજીત પરિવાર ITR-2 તેમજ ITR-3 દ્વારા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે. વ્યક્તિગત કરદાતા, હિંદૂ અવિભાજીત પરિવાર અને કંપનીઓ સિવાય પાર્ટનરશિપ ફર્મ, LLP ITR-5 ફોર્મ ભરી શકે છે. કંપનીઓ ITR-6 ભરી શકે છે. આવકવેરા અધિનિયમ હેઠળ છૂટનો દાવો કરનાર ટ્રસ્ટ, રાજકીય પાર્ટિઓ અને ચેરીટેબલ ઈન્સ્ટિટયૂશન ITR ફોર્મ -7 દ્વારા ITR ફાઈલ કરી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો