Last Updated on April 2, 2021 by
ભારતના એક આર્મી મેને ૫૦ દિવસમાં 4000 કિલોમીટર દોડવાનું નકકી કર્યુ છે.આ દોડયાત્રા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની છે. ભારતીય સેનાના આ એથલેટનું નામ વેલું પી છે જેણે ૧ એપ્રિલના રોજ શ્રીનગરથી દોડવાનો આરંભ કર્યો ત્યારે તેના ભાવભીની વિદાય આપવામાં આવી હતી. વેણુ શ્રીનગરથી દિલ્હી, ઇન્દોર અને બેંગ્લોર જેવા શહેરોમાંથી પસાર થશે. વેલુ પી ના ફલેગ ઓફ સમારોહમાં સેનાના અનેક અધિકારીઓ અને સૈન્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આર્મીના લોકોએ વેલુંના આ પગલાને યુવાનોને પ્રેરણા આપનારુ ગણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેલુ નાનપણથી જ સ્કૂલમાં લાંબા અંતરની દોડમાં ભાગ લેતા હતા. ભારતીય સેનામાં જોડાતા પહેલા અનેક વાર મેરેથોનમાં ભાગ લઇ ચૂકયા છે. વેણુનો ઉદ્દેશ ગ્રીન ઇન્ડિયા અને વન નેશન વન સ્પિરિટનો છે.જો તે આ દોડમાં કામયાબ થશે તો આટલી લાંબી દોડનો વિશ્વ રેકોર્ડ ગણાશે.વેલૂએ ભલે ૫૦ દિવસમાં ૪૦૦૦ કિમીની દોડ નકકી કરી હોય પરંતુ તે આ લક્ષ્ય તેનાથી પણ ઓછા સમયમાં પુરી કરવાનો આત્મ વિશ્વાસ ધરાવે છે.
આ દોડ ભારતીય ટીમમાં તેમના સાથીદાર સ્વ એલએલ મીણાને સમર્પિત કરી છે. સામાન્ય રીતે રોજનું ૧૫ થી ૨૦ કીમી દોડી શકાય છે પરંતુ વેલૂ માનવ શરીરમાં ખૂબજ તાકાત હોય છે એ સાબીત કરવા માંગે છે. વેલૂએ છેલ્લા ૧૫ વર્ષની એથલેટ તરીકેની કારર્કિદી દરમિયાન ગત વર્ષ ૧૬૦૦ કિમી લાંબી અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લેવાની સિધ્ધિ પણ મેળવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31