GSTV
Gujarat Government Advertisement

વેક્સિનેશન કાર્યક્રમ / અમિતાભ બચ્ચને પરિવાર સાથે લગાવી કોવિડ વેક્સિન, કહ્યું બધુ બરાબર છે

Last Updated on April 2, 2021 by

અમિતાભ બચ્ચનને પણ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોરોનાની રસી લગાવી છે. અભિનેતાએ ગુરુવારે કોવિડની રસી લગાવી છે. આ માહિતી તેમણે ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે અને તેના સ્વાસ્થ્ય વિશે પણ વિગતવાર સમજાવ્યું છે. અમિતાભે કહ્યું છે કે તેમના પરિવારે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ પણ લીધો છે.

અમિતાભ બચ્ચનને લીધી કોવિડ રસી

ટ્વીટ કરીને અમિતાભે લખ્યું છે – આજે બપોરે લાગી ગઈ છે… બધુ બરાબર છે. તે પોતાના બ્લોગ દ્વારા મહાનાયકે આ એક્સપીરિયંસ વિશે વિગતવાર વાત કરી છે. તે જણાવે છે કે, કાલે પરીવાર સાથે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. રિઝલ્ટ પણ આવી ગયુ છે. તમામ નેગેટિવ છે. માટે વેક્સિન લઈ લીધી છે. માત્ર અભિષેક સિવાય તમામને લાગી ગઈ છે. તે હાલ કોઈ બીજી જગ્યાએ છે. જલ્દી લગાવી લેશે. એકટરનું આ ટ્વિટ વાયરલ થયુ છે. ફેન્સ તેની તબિયતને લઈને હંમેશા ચિંતામાં રહે છે. એવામાં તેની વેક્સિન લગાવાના સમાચાર રાહતના સમાચાર છે.

કોરોનાનો શિકાર થયો બચ્ચન પરિવાર

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે અમિતાભ બચ્ચનને કોરોના થઈ ગયો હતો. તેની સાથે અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાને પણ કોવિડનો શિકાર થઈ ગયા હતા. ચતે તમામ કેટલાક દિવસો સુધી હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને પોતાની સારવાર કરાવી હતી. હવે જયારે બચ્ચન પરિવારને વેક્સિન લાગી ગઈ છે, એવામાં આ મહામારીથી લડવા માટે તેને મોટુ સૂરક્ષા કવચ મળી ગયુ છે.

બૉલિવૂડે જતાવી સક્રિયતા

અમિતાભ સહિત ધર્મેન્દ્ર, સતીશ શાહ, જોની લિવર, જીતેન્દ્ર, હેમા માલિનિ, સલમાન ખાન જેવા દિગ્ગજોને કોરોનાની રસી લાગી ચૂકી છે. તમામ સમય આવવા પર વેક્સિન પણ લઈ રહ્યા છે. અને લોકોને રસી લગાવવા માટે પ્રેરીત પણ કરી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો