GSTV
Gujarat Government Advertisement

ગુડ ન્યૂઝ / માં બનશે દીયા મિર્ઝા : ફ્લોન્ટ કર્યો બેબી બંપ, લખી આ ઈમોશનલ પોસ્ટ

Last Updated on April 2, 2021 by

બૉલિવૂડ એકટ્રેસ દીયા મિર્ઝા પ્રેગ્નેંટ છે. અને જલ્દી જ પોતાના પહેલા બાળકને જન્મ આપશે. તેણે પોતાની પ્રેગ્નેંસીનું એલાન સોશ્યલ મીડિયા પર પોતાની એક તસ્વીર શેર કરીને કહ્યું છે. દરિયા કિનારાની આ તસ્વીરમાં દિયા પોતાના પેટ પર હાથ રાખીને ઉભેલી નજર આવી રહી છે. લાલ રંગના આ ફ્લાવર પ્રિન્ટ આઉટફીટમાં પોતાની તસ્વીર શેર કરતા ઈમોશનલ પોસ્ટ કરી છે. જેમાં તેણે પોતાના દિલની વાત શેર કરી છે.

તસ્વીરના કેપ્શનમાં દીયાએ લખ્યું, સૌભાગ્ય મળ્યુ છે…ધરતી માં સાથે એક સમાન હોવાનું….જીવનની શક્તિઓ સાથે એક થવામાં જે દરેક ચીજની શરૂઆત છે… તમામ વાર્તાઓ, હાલરડા અને ગીતો સાથે એક થવાનું…. જીવનની ઉપજ સાથે એક થવાનું અને અઢળક આશાઓ સાથે એક થવાનું સૌભાગ્ય મળ્યુ છે. મારા ગર્ભમાં રહેલા આ તમામ સપનાઓને પુરા કરીને ધન્ય થવાનું.’

કોમેન્ટ બોક્સમાં મળ્યા ઢગલો અભિનંદન

દીયાની આ પોસ્ટ પર તેને ઢગલો સેલેબ્રિટિઝ અને ફેન્સે કોમેન્ટ બોક્સમાં અભિનંદન પાઠવ્યા છે. એકટ્ર વિક્રાંત મેસીએ લખ્યું, ખૂબ ખૂબ શુભકામનાઓ દીયા મેમ. વિશાલ દદલાનીએ લખ્યું, સરપ્રાઈઝ થતા લખ્યું, શું ?? અભિનંદન દીયા અને વૈભવ. દુનિયાનો તમામ પ્રેમ તમારા બંને પર વરસે.

માલદીવમાં રજાઓ માણી રહ્યા છે કપલ

દીયા મિર્ઝા ગત કેટલાક સમયથી માલદીવમાં છે અને પોતાના પતિ વૈભવ રેખી અને સૌતેલી પુત્રી સમાયરા સઆથે રજાઓ માણી રહી છે. આ વર્ષે જ દીયા અને વૈભવ લગ્નના બંધનમાં બંધાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો