Last Updated on April 1, 2021 by
શરીરમાં લોહીની સમસ્યા દુર કરવી હોય કે કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરને કાબૂમાં રાખવુ હોય, દરેક વસ્તુ માટે રાગીને ફાયદાકારક માનવામાં આવે છે. મોટા ભાગના લોકો વજન ઘટાડવા માટે રાગીનો ઉપયોગ કરે છે. તેને ખાતા પહેલા તેના ફાયદા અને નુકસાન બંન્ને જાણી લો…
વજન ઘટાડવાની સાથે પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ રહેવા વાળા લોકો આજકાલ ઘઉના લોટની જગ્યાએ જવનો લોટ, બાજરાનો લોટ, રાજગરાનો લોટ, સોયાનો લોટ, કુટ્ટુનો લોટ વગેરે પસંદ કરવા લાગ્યા છે. આવો જ એક વિકલ્પ છે રાગી. જેને ફિંગર મિલેટ પણ કહેવામાં આવે છે. રાગીને કેટલીક જગ્યાએ નાચની પણ કહેવામાં આવે છે.
ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર છે રાગી
સૌથી સારી વાત એ છે કે રાગીના લોટમાં કોલસ્ટ્રોલ અને સોડિયમ જીરો ટકા હોય છે જ્યારે ફેટની માત્રા ફક્ત સાત ટકા હોય છે. રાગી ડાઇટ્રી ફાયબર, કેલ્શીયમ, પ્રોટીન, પોટેશીયમ, આયરનથી ભરપુર છે. પ્રોટીન અને ફાયબરને કારણે તેને વજન ઘટાડવા માટે સારૂ માનવામાં આવે છે. આ સીવાય પણ રાગીના અનેક ફાયદા છે.
ડાયાબીટીસને કાબુમાં કરવામાં મદદરૂપ થાય છે. ઘઉં અથવા ચોખાની તુલનામાં રાગીમાં પોલીફેનોલસ અને ફાયબરની માત્રા વધુ હોય છે. અને તેનું ગ્લાઇસીમીક ઇન્ડેક્સ પણ ઓછુ હોય છે. માટે બ્લડ અને સુગરને કાબુમાં લેવામાં તે મદદરૂપ થાય છે. સવારના નાશ્તા અથવા દિવસના લંચમાં રાગીને સામેલ કરવું ફાયદાકારક છે.
એનીમીયામાં ફાયદાકારક :
રાગી આયરનનો સ્ત્રોત છે. એટલે જો કોઈ વ્યક્તિને એનીમયાની બીમારી હોય અથવા શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર ઓછુ હોય તો તેમણે રાગીનું સેવન કરવું જોઈએ.
પ્રોટીનનો સ્ત્રોત છે રાગી :
રાગી શરીર માટે જરૂરી એવા એમીનો એસીડ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. શાકાહારી લોકોના ડાયેટમાં ઘણીવાર પ્રોટીનની કમી હોય છે. એવામાં પ્રોટીનની કમીને પુરી કરવા માટે તમે રાગીનું સેવન કરી શકો છો.
તણાવ ઓછો થાય છે :
રાગીમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે તનાવને ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો તમને એંગ્ઝાઇટી, ડીપ્રેશન કે અનીંદ્રાની સમસ્યા હોય તો તમારે રાગી જરૂર ખાવી જોઈએ.
રાગીથી થતું નુકસાન :
• જો કિડનીમાં સ્ટોન હોય અથવા કિડનીથી જોડાયેલી કોઈ સમસ્યા હોય તો એવા લોકોએ રાગીનું સેવન ન કરવુ જોઈએ કેમ કે તેમા કેલ્શીયમની માત્રા વધુ હોય છે.
• થાઇરોઈડના દર્દીઓએ પણ રાગીનું સેવન ન કરવુ જોઈએ કારણ કે તેનાથી પણ તેમની સમસ્યાઓ વધી શકે છે.
• વધુ માત્રામાં રાગી ખાવાથી કબજીયાત, ઝાડા, પેટમાં ગેસ, અને પેટ ફુલવા જેવી સમસ્યા થઈ શકે છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31