Last Updated on April 1, 2021 by
જે લોકો મોં પર માસ્કની જગ્યાએ ગમછો કે રૂમાલ બાંધે છે તેમની સામે પોલીસે તવાઈ બોલાવી હતી. કોરોનાની વધતી મહામારીના કારણે જીલ્લા પ્રસાશનની ટીમે માસ્ક વગર ફરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં અતિરીક્ત પોલીસ અધીક્ષક. એસડીએમ અને સહયોગી પ્રશાસનના કર્મચારી પણ હતા. જે લોકોએ મોં પર રૂમાલ કે ગમછો બાંધ્યો હતો તેમની સામે ન માત્ર ચલાણ કાપ્યુ પરંતુ તેમને જેલમા પણ પહોચાડ્યા. કોઈ આદેશ વગર કરવામાં આવેલી આ કાર્યવાહીનો ઘણા લોકોએ વિરોધ કર્યો. ખંડવા જીલ્લો મહારાષ્ટ્રની સીમા નજીક આવેલો છે. છેલ્લાં એક અઠવાડીયાથી પોલીસ લોકોને નિયમોનું પાલન કરવાનુ કહી રહી હતી. સમજદાર લોકો તો આ નિયમોનું પાલન કરતા હતા પરંતુ કેટલાક લોકો આ પાલન કરતા ન હતાં.
પ્રધાનમંત્રીનું ઉદાહરણ આપ્યું
ગમછાને લઈને થયેલી કાર્યવાહીથી લોકોમાં ગુસ્સો જોવા મળ્યો. જેને લઈને લોકો પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા. લોકોનુ કહેવુ છે કે પોલીસે બળજબરીથી ચલાણ કાપ્યુ અને અમને જેલ ભેગા કર્યા. ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપ્યુ અને કહ્યુ દેશના પ્રધાનમંત્રી ગમછો પહેરીને ફરે છે જ્યારે અમારુ ચલાન કાપવામાં આવી રહ્યું છે.
પોલીસને જોઈને પહેર્યો ગમછો
અધિકારીઓનું કહેવું છે કે લોકો ગમછા પહેરીને ઘર્ષણમાં ઉતરી રહ્યા હતા. આ એ જ લોકો છે જેમણે પોલીસને જોઈને પોતાના મોં પર ગમછો બાંધ્યો છે. આવા લોકોનું ચલાણ કાપવામાં આવ્યુ છે. જેથી તેમને અહેસાસ થાય કે તેઓ કેવડી મોટી બેદરકારી રાખી રહ્યાં છે.
બે કલાક ખુલ્લી જેલમાં પહોંચાડ્યાં
ગમછા પહેરેલા લોકોને સબક શીખવાડવા માટે એસડીએમ અને પોલીસ અધિકારીએ શહેરના પ્રમુખ ચાર રસ્તા પર મોર્ચો સંભાળ્યો હતો અને કોરોનાથી બેખોફ ફરતા લોકોના ચલણ પણ કાપ્યુ હતું. જે લોકો ઘર્ષણમાં તેમને બે કલાક માટે જેલમાં પણ મોકલ્યા હતાં.
READ ALSO:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31