Last Updated on April 2, 2021 by
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ઘરના સપના જોનારા લોકોને નવા નાણાકીય વર્ષમાં ખુશીના સમાચાર મળી રહ્યાં છે. આરબીઆઈએ આ નિર્ણય લેવા પાછળ આ લોકોને પણ ફાયદો મળશે. જેણે નોન બેન્કીંગ ફાઈનાન્સીયલ કંપની કે પછી માઈક્રોફાઈનાન્સ સંસ્થાઓમાંથી લોન લીધી છે. નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિકથી આવા ગ્રાહકોને હવે વ્યાજ ઓછું ચુકવવું પડશે. તેનો ફાયદો નવા ગ્રાહકોને પણ મળશે અને જૂના ગ્રાહકોને પણ મળશે, તેણે ફ્લોટિંગ રેટ ઉપર લોન લીધી છે.
સરેરાશ બેઝિક પોઈન્ટમાં 0.15 ટકાનો ઘટાડો
રિઝર્વ બેંક તરફથી નવા બેઝિક પોઈન્ટ જાહેર કરવામાં આવી છે. આ દેશના 5 સૌથી મોટી કોમર્શિયલ બેંકોની એવરેજ બેઝ રેટ છે. આ બેંકોની એવરેજ બેઝ રેટ 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થતા ત્રિમાસીક દરમયન 0.15 ટકા ઘટ્યો છે.પહેલા આ દર 7.96 ટકા હતો જે હવે ઘટીને 7.81 ટકા થઈ ગયો છે. બે વર્ષમાં એવરેજ બેઝ રેટ આશરે 1.40 ટકા ઘટ્યો છે. જે 30 જૂન, 2019ના 9.21 ટકા હતો. તે પોતાનું મકાન કે ફ્લેટ ખરીદવાની ઈચ્છા રાખતા લોકોને કે ખરીદી ચુકેલા લોકોને હોમલોનમાં ફાયદો મળશે.
હોમ લોન ગ્રાહકોના હપ્તા ઉપર પડશે આ અસર
આરબીઆઈ દર ત્રિમાસીકમાં આખરે બેઝિક આધાર દરના આંકડા જાહેર કરે છે. જે એનબીએફસી અને એમએફઆઈ માટે બેંચમાર્ક રેટનું કામ કરે છે. સામાન્યરીતે એનબીએફસી અને એમએફઆઈની વ્યાજ દરો વધારે હોય છે. જેના કારણે રિઝર્વ બેંકે આ વિશેષ વ્યવસ્થા કરી છે. આરબીઆઈ 5 મોટી કોમર્શીયલ બેંકોની એવરેજ બેઝ રેટ જાહેર કરે છે. જે એનબીએફસી અને એમએફઆઈ માટે બેંચમાર્ક રેટ હોય છે.સરેરાશ આધાર દરમાં ફેરફારથી હોમલોન કે કંઝ્યુમર લોન ગ્રાહકોના ઈએમઆઈ ઉપર સીધી અસર પાડે છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31