Last Updated on April 1, 2021 by
શ્રમ મંત્રાલય યુનિયન અને ઇન્ડસ્ટ્રીની મીટિંગમાં ગ્રેચ્યુઇટીને સીટીસીનો હિસ્સો બનાવવાના પ્રસ્તાવ પર વાતચીત થઈ હતી
દેશના લાખો પ્રાઇવેટ કર્મચારીઓ માટે ખુશખબરી સામે આવી છે. હવે તેમની નોકરી બદલવાની સાથે તેમની ગ્રેચ્યુઇટી પણ ટ્રાન્સફર થઈ જશે. મીડિયા રીપોર્ટના જણાવ્યા પ્રમાણે સરકાર, યુનિયન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે સ્ટ્રક્ચરમાં બદલાવ ઉપર સહમતી બની ચુકી છે. તેને ઝડપથી લાગુ કરવામાં આવશે. ન્યુઝ ચેનલ સીએનબીસી આવાસની એક રીપોર્ટ અનુસાર હવે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને પીએફની જેમ ગ્રેચ્યુઇટી ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ મળશે.
સુત્રોનું માનીએ તો શ્રમ મંત્રાલય યુનિયન અને ઇન્ડસ્ટ્રીની મીટિંગમાં ગ્રેચ્યુઇટીને સીટીસીનો હિસ્સો બનાવવાના પ્રસ્તાવ પર વાતચીત થઈ હતી. આ પ્રાવધાનને સામાજીક સુરક્ષા અધિનીયમમાં સામેલ કરવામાં આવશે. આ ફેસલા પર ખુબ જલ્દી નોટિફિકેશન આવવાની સંભાવના પણ છે. જો કે તેના પર કામના દિવસોને વધારવાની બાબત પર ઇન્ડસ્ટ્રીએ સહમતી બતાવી નથી. ઇન્ડસ્ટ્રી ગ્રેચ્યુઇટી માટે 15 થી 30 દિવસના વર્કિંગ ડેના પ્રસ્તાવ પર સહમત નથી.
ગ્રેચ્યુઇટી શું છે ?
ગ્રેચ્યુઇટીની ચુકવણી ‘પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ 1972’ના આધારે કરવામાં આવે છે. આ એ રકમ છે જેની ચુકવણી સંસ્થા દ્વારા તેના કર્મચારીઓને તેમના કામ માટે કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ગ્રેચ્યુઇટીનો લાભ એ કર્મચારીઓને જ મળે છે જેમણે પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી કંપનીમાં પોતાની સેવા આપી હોય.
ગ્રેચ્યુઇટીની પાત્રતા શું છે ?
• રીટાયર્ડ થવા વાળા કર્મચારી
• એક જ કંપનીમાં પાચ વર્ષ કે તેથી વધુ સમય સુધી કામ કરવા વાળા કર્મચારી
• બીમારી કે એક્સીડન્ટને કારણે મૃત્યુ થયુ હોય અથવા વિકલાંગ હોય.
કેવી રીતે થાય છે ગ્રેચ્યુઇટીની ગણતરી
જો કોઈ વ્યક્તિએ 20 વર્ષ કે તેથી વધુ એક જ કંપનીમાં કામ કર્યુ છે અને તેનો છેલ્લો પગાર 75000 રૂપિયા (બેસીક અને ડીએ) છે. અહીયા મહિનાના છવ્વીસ દિવસને ગણવામાં આવે છે કારણ કે ચાર દિવસની રજા હોય છે. તેમજ એક વર્ષમાં 15 દિવસના આધાર પર ગ્રેચ્યુઇટીની ગણતરી કરવામાં આવશે. કુલ ગ્રેચ્યુઇટીના પૈસા = 75000 રૂપિયા(15/16)20 = 865385 રૂપિયા.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31