Last Updated on April 1, 2021 by
હસ્તરેખાની જેમ ફેસ રીડિંગ પણ જ્યોતિષ શાસ્ત્રની એક વિદ્યા છે. આ વિદ્યામાં ચહેરાના પ્રત્યેક ભાગ એટલે કે લલાટ, ભ્રમર, આંખ, નાસિકા, કાન તેમજ ગાલના આકાર અને પ્રકાર અને રંગ જોઈને ભવિષ્યકથન કરવામાં આવે છે.
તેને લક્ષણશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આ વિદ્યામાં ફેસ રીડિંગના નિષ્ણાંત ફક્ત ચહેરો જોઈને તમારા વિશે ઘણુ બધુ કહી જાય છે. આજે અમે આપને લલાટ પર રહેલા વિવિધ શુભ ચીન્હો વીશે જણાવવા જઈ રહ્યા છીએ.
- પહોળુ લલાટ વ્યક્તિને ઘનવાન, બળવાન અને સમાજમાં પ્રતિષ્ઠિત નાગરીક બનાવે છે. આવો વ્યક્તિ પોતાના શત્રુને પરાસ્ત કરવામાં સફળતા મેળવે છે અને દરેક જગ્યાએ તેનો વિજય થાય છે.
- તેનાથી વિપરીત જો લલાટ નાનુ હોય તો આવા વ્યક્તિની બૌધિક ક્ષમતા કમજોર હોઈ શકે છે. તેમની પાસે હંમેશા ધનની કમી રહે છે. આવા વ્યક્તિને દરેક કામમાં સફળતા મળવામાં સંદેહ રહે છે અને ખુબ મહેનત કરવા છતા તેઓ પોતાના ધાર્યા કામ કરી શકતા નથી.
- સામાન્ય આકારનું લલાટ વ્યક્તિના સામાન્ય જીવનનો સંકેત આપે છે.
- જો લલાટ પર ત્રિશૂલનું ચીન્હ હોય તો તે વ્યક્તિ દીર્ધાયુ હોય છે.
- જો લલાટ પર સીપ જેવુ ચીન્હ હોય તો તે શીક્ષક બને છે અને તે આદર્શ જીવન જીવવા વાળો વ્યક્તિ બને છે.
- જેના લલાટ પર લીલા રંગની નસ દેખાઈ રહી હોય તે પાપી પ્રકારનો અને ઘૂતારા પ્રકારનો વ્યક્તિ હોય છે.
- જે વ્યક્તિના લલાટ પર સ્વસ્તિકનું ચીન્હ બને છે તે વ્યક્તિ કરોડપતિ બને છે.
- જેના ચહેરા પર અર્ઘચંદ્ર બને છે તે પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બને છે. જો લલાટ પર વજ્ર કે ધનુષનું ચિન્હ હોય તો તે વ્યક્તિ અઢળક સંપત્તિનો માલિક બને છે.
- જો લલાટ પર શંખ બને છે તો તે વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31