Last Updated on April 1, 2021 by
ફ્રાન્સની 96 ટકા હાઈ સ્કૂલોમાં કંડોમ વેંડીંગ મશીનો લગાવામાં આવી છે. સરકારનું કહેવુ છે કે, સુરક્ષિત યૌન સંબંધોને વધારવા અને નાની ઉંમરમાં થતાં ગર્ભાવસ્થાના જોખમને ઓછુ કરવા માટે આવુ કરવામાં આવ્યુ છે. આ મશીનમાંથી જરૂર પ્રમાણે કંડોમ કાઢી શકાય છે. હાલમાં થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, કોઈ જમાનામાં ફ્રાન્સ એઈડ્સની સામે ખરાબ રીતે પ્રભાવિત થયુ હતું. તેને ધ્યાનમાં રાખીને સરકાર સુરક્ષિત રીતે યૌન સંબંધો માટે સ્કૂલોમાં કંડોમ વેંડીંગ મશીનો લગાવ્યા છે.
અગાઉ થયું હતું પ્રોટેસ્ટ
ફ્રાન્સમાં પહેલા કોન્ડોમ વેંડીંગ મસીન 1992માં લગાવામાં આવ્યા હતા. તે સમયે સરકાર વિરુદ્ધ વ્યાપક દેખાવો પણ થયા હતા. ખાસ કરીને શાળા સંચાલકો અને સમાજના અમુક વર્ગના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે, જાગૃતિ અભિયાનથી સરકારને મોટો ફાયદો થયો છે. લોકોએ આ નિર્ણયને સ્વિકારી લીધો. ફ્રાન્સમાં ગત વર્ષે શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક સર્વેમાં રાજ્ય પાસેથી ગ્રાન્ટ મેળવતા લગભગ 96 ટકા શાળાઓ, પબ્લિક સ્કૂલ અને ખાનગી શાળાઓમાં કોન્ડોમ વેંડીંગ મશીન લગાવ્યા છે.
Nearly 96% of high schools in France have condom vending machines
— UberFacts (@UberFacts) March 31, 2021
અહીં સૌથી વધારે વેચાયા કોન્ડોમ
સ્ટેટિસ્તાની એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 2019માં ઈલે દે ફ્રાન્સ એવી જગ્યા છે, જ્યાં સૌથી વધારે લગભગ 26 મીલિયન કોન્ડોમ વેચાયા હતા. ત્યાર બાદ ઓવરગને-રૌન, અલ્પેસમાં લગભગ 14.6 મીલિયન કોન્ડોમ વેચાયા હતા. જો કે, યુવા પેઢીમાં યૌન સંબંધોને સુરક્ષિત બનાવનારા ફ્રાન્સ એકમાત્ર દેશ નથી. અમેરિકાની સરકારી શાળાઓમાં પણ કોન્ડોમ વેંડીંગ મશીનો લાગેલા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31