GSTV
Gujarat Government Advertisement

IPL 2021 પર સૌથી મોટી ખબર: KKRના આ દિગ્ગજ ખેલાડી છે કોરોના પોઝિટિવ

Last Updated on April 1, 2021 by

IPL 2021 હજુ શરૂ પણ નથી થયો અને તેની પહેલા જ કોરોનાએ તેને નીશાનો બનાવવાનું શરૂ કરી દીધુ છે. IPL પર કોરોનાનો ખતરો શરૂ થઈ ગયો છે. હજૂ IPL શરૂ પણ નથી થઈ તે પહેલા જ KKRના ખેલાડી નીતીશ રાણાને કોરોના પોઝીટીવ આવવાના સમાચાર મળી રહ્યા છે. દૈનિક ભાસ્કરથી જોડાયેલા સુત્રોનુ માનીએ તો KKRના મીડલ ઓર્ડર ખેલાડી થોડા દિવસની રજાઓ ગાળ્યા બાદ ટીમ સાથે જોડાયા હતા. પરંતુ બે દિવસ પહેલા તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જો કે BCCI અને KKR તરફથી હાલ કોઈ પુષ્ટી કરવામાં નથી આવી.સુત્રોનું માનીએ તો KKRના બેટ્સમેન હાલ મુંબઈની એક હોટલમાં કોરોન્ટાઇન છે. હાલ તેઓ ડૉક્ટરની દેખરેખ હેઠળ છે. IPLની 14મી સીઝન 9 એપ્રીલથી શરૂ થઈ રહી છે. જેમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાની પહેલી મેચ 11 માર્ચના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.

IPL 2020 રાણા માટે ન હતી સારી

IPLની પાછલી સીઝન રાણા માટે સારી ન હતી. ત્યારે તેમણે 14 મેચમાં 25.14ની મામૂલી ઓસતથી ફક્ત 254 રન જ બનાવ્યા હતા. રાણાએ પોતાની પુરી IPLની કાર્કીર્દીમાં 60 મેચ રમી છે જેમાં તેમણે 28.17ની ઓસત અને 135.56ની સ્ટ્રાઇક રેટથી 1437 રન બનાવ્યા છે.

વિજય હઝારેના ટોપ 5 રનવીરોમાં છે રાણા

જો કે નીતિશ રાણાનું હાલનુ ફોર્મ લાજવાબ છે. તેઓ વિજય હઝારેની ટ્રોફીના ટોપ 5 રનવીરોમાં એક છે. દિલ્હી માટે રમી રહેલા નીતિશ પાણાએ 7 મેચમાં 66.33ની ઓસતથી 398 રન બનાવ્યા હતા. આ દરમીયાન તેમની બેટીંગનું સ્ટ્રાઇક રેટ 97.98 નું રહ્યુ હતુ. અને તેમણે એક શતક અને બે હાફ સેન્ચ્યુરી મારી હતી.

KKRની પ્રેક્ટીસ શરૂ થઈ ચુકી છે

IPL 2021 માટે KKRએ પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે. આ પ્રેક્ટીસ દરમીયાન આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, શુભમન ગીલ જેવા ખેલાડીઓનો જમાવડો જોવા મળ્યો. તેની તસવીરો પણ KKR એ શેર કરી છે.

ગત સીઝનમાં પણ આવ્યુ હતુ કોરોનાનું સંકટ

IPLની ગઈ સીઝનમાં પણ કોરોનાનો ખતરો દખાયો હતો. CSKના દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ સહીત 11 ખેલાડીઓના રીપોર્ટ ત્યારે પોઝીટીવ આવ્યા હતા. જો કે ત્યાર પછી આખી ટૂર્નામેન્ટમાં કોરોનાના કોઈ કેસ સામે આવ્યા નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો