Last Updated on April 1, 2021 by
શું તમે કદી એવું સાંભળ્યું છે કે, ચોરી દરમિયાન એટલી બધી રકમ મળે કે એની ખુશીમાં ચોરને હાર્ટ એટેક આવી જાય. ઉત્તર પ્રદેશના બિજનોર ખાતે આવી જ એક ઘટના બની હતી. બે ચોરે સાથે મળીને એક ઘરમાં ચોરી કરવાની યોજના બનાવી હતી અને તેઓ તેમાં સફળ પણ થયા હતા.
ચોરનું હૃદય ધબકારો ચુકી ગયું
તેમને ઘરમાંથી ખાસ કશું મળશે તેવી આશા નહોતી પરંતુ જે મળ્યું તે એટલું વધારે લાગ્યું કે એક ચોરનું હૃદય ધબકારો ચુકી ગયું. જો આવું કશું ન બન્યું હોત તો તેમને પકડવામાં પોલીસને સફળતા પણ ન મળી હોત. નૌશાદ અને અજીજે 16 અને 17 ફેબ્રુઆરીની રાતે એક પબ્લિક સેન્ટરમાં ચોરી કરી હતી.
ખુશી સહન ન થતાં એટેક આવ્યો
બંનેને ચોરીમાં કેટલાક હજાર રૂપિયા હાથ લાગશે તેવી આશા હતી પરંતુ પબ્લિક સેન્ટરમાંથી 7 લાખ રૂપિયા મળતા તેઓ ખૂબ જ આનંદિત થઈ ગયા હતા અને તે પૈસા સરખા ભાગે વહેંચી લીધા હતા. પરંતુ આટલી ખુશી સહન ન થતા એજાજને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું જ્યાં ભારે ખર્ચો કરવો પડ્યો હતો અને પોલીસે તેમને પકડી પાડ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31