GSTV
Gujarat Government Advertisement

સરકારની તીજોરી છલોછલ / GST Collectionમાં આવ્યો બંપર ઉછાળો, માર્ચમાં વસુલાયેલા જીએસટીના ઈતિહાસમાં સૌથી વધારે ટેક્સ

Last Updated on April 1, 2021 by

નાણાકીય વર્ષ 2020-21ના છેલ્લા મહિનો એટલે કે માર્ચમાં GST Collection 1.23 લાખ કરોડ રૂપિયા થયું છે. વાર્ષિક આધારે તેમાં 27 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. આ જાણકારી નાણામંત્રાલય તરફથી શેર કરવામાં આવી છે. પાછલા છ મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર થયું છે અને તેમાં સતત તેજી જોવા મળી રહી છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે, આર્થિક ગતિવિધિઓમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. જેના કારણે જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે.

માર્ચ 2021માં કુલ જીએસટી કલેક્શન 123902 કરોડ રૂપિયા હતો. તેમાં સેન્ટ્રલ જીએસટી 22973 કરોડ, સ્ટેટ જીએસટી 29329 કરોડ અને ઈન્ટિગ્રેટેડ જીએસટી 62842 કરોડ રૂપિયા હતું. માર્ચના મહિનામાં જીએસટી કલેક્શન લોન્ચ કર્યાં બાદથી તેમાં વધારો થયો છે. માર્ચ 2020માં આ 97590 કરોડ રૂપિયા હતો આ વર્ષે જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન 119875 કરોડ અને ફેબ્રુઆરીમાં 113143 કરોડ રૂપિયા હતું.

રાજ્યોના 63000 કરોડ રૂપિયા બાકી

તો નાણા મંત્રાલય તરફથી મંગળવારે કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્રએ 27 માર્ચના રોજ જીએસટી ક્ષતિપૂર્તિના રૂપમાં રાજ્યોને 30 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષની નજીક 63 હજાર કરોડ રૂપિયા બાકી છે. માલ અને સેવા કલ ક્ષતિપૂર્તિ માટે 31 માર્ચના રોજ પૂર્ણથતા નાણાકીય વર્ષમાં અત્યારસુધીમાં 70,000 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યાં હતાં. તે ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી સંગ્રહમાં ઘટાડો અને ક્ષતિપૂર્તિ માટે ઉધારી વ્યવસ્થા હેઠળ રાજ્યોને આપવામાં આવેલા 1.10 લાખ કરોડ રૂપિયા વધારાના છે.

અત્યારસુધીમાં 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યાં છે

મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારે 27 માર્ચ, 2020-21 માટે રાજ્યોને જીએસટી ક્ષતિપૂર્તિ માટે 30 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યાં છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધીમાં ક્ષતિપૂર્તિ માટે કુલ 70 હજાર કરોડ રૂપિયા જાહેર કરાઈ ચુકાયા છે. તે સિવાય કેન્દ્રના આઈજીએસટીમાં 28 હજાર કરોડ રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું છે. જેમાં 14 હજાર કરોડ રૂપિયા રાજ્યો અને કેન્દ્રની વચ્ચે સમાન રૂપમાં આપવામાં આવ્યાં છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યારસુધીમાં જાહેર કરવામાં આવેલી જીએસટી ક્ષતિપૂર્તિ, ઉધારી અને આઈજીએસટી ચુકવ્યા બાદ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 2020-21 માટે શેષ 63 હજાર કરોડ રૂપિયા લંબિત છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો