Last Updated on April 1, 2021 by
દુનિયાભરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિનને લઇ અભિયાન તેજ કરી દીધું છે. જો કે કેટલીક જગ્યા પર એવા પણ મામલા સામે આવી રહ્યા છે જેમાં કોરોનાની વેક્સિન લીધા પછી પણ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. જો પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની વાત કરીએ તો તેમણે 18 માર્ચે ચીની કંપની સિનોફાર્મની કોરોના વેક્સિન લગાવડાવી હતી પરંતુ 20 માર્ચે કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે કોરોના વેક્સિન લગાવ્યા પછી પણ લોકો સંક્રમિત થઇ રહ્યા છે.
વેક્સિન લીધા પછી સંક્રમિત થવું સામાન્ય
આ મામલે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેક્સિન એક ટ્રેનરની જેમ હોય છે. વાયરસથી લડવા માટે તમારા ઇમ્યુન સિસ્ટમને ટ્રેન્ડ કરવા માટે ઘણા સપ્તાહની જરૂરત હોય છે. ઇમરાન ખાનનો પહેલો ડોઝ કામ કરવા માત્ર બે દિવસ મળ્યા. એવામાં હોઈ શકે છે કે ઇમરાન ખાનને કોરોના વાયરસ પહેલાથી હતો, જે અંગે તેમને એ સમયે ખબર પડી હોય જયારે તેમણે વેક્સિનનો ડોઝ લીધો હતો. ઇમરાન ખાનનું કોરોના પોઝિટિવ થવાનો મતલબ એ નથી કે એમની વેક્સિન ફેલાઈ રહી છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જયારે આટલી મોટી સંખ્યામાં પુરી દુનિયામાં વેક્સિન આપવામાં આવી રહી છે તો કેટલાક મામલામાં ફરી વાયરસની જાણ થાય છે. આ મોટી વાત નથી. આટલી મોટી સંખ્યામાં વેક્સિનેશન પ્રોગ્રામમાં કેટલાક લોકોમાં એવી સમસ્યા હોવું સામાન્ય વાત છે. વૈજ્ઞાનિકોએ કોરોના વેક્સિન લગાવ્યા પછી ઇન્ફેક્શનના જે કેસો સામે આવ્યા છે એને બ્રેકથ્રુ કેસ કહે છે. જો કે એ ત્યારે માનવામાં આવે છે જયારે એમાં ઇન્ફેક્શન બંને વેક્સિન લીધા પછી ઓછામાં ઓછા 14 દિવસ પછી હોય છે.
શરીરમાં એન્ટિબોડી બનવા સમય જોઈએ
જોન્સ હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટીના ઉમેશ એ અદલજાએ જણાવ્યું કે વેક્સિનને પોતાનું કામ કરવામાં કેટલોક સમય જરૂરી હોય છે. તમારા શરીરને SARS-CoV-2 (કોરોના વાયરસ)ને રોકવા માટે એન્ટિબોડી બનવા માટે પર્યાપ્ત સમય મળવું જોઈએ.
કોઈ પણ વેક્સિન 100% કામ કરે એ જરૂરી નથી
વેક્સિન બનાવવા વાળા વૈજ્ઞાનિકોએ પણ માન્યું છે કે દુનિયામાં કોઈ પણ બીમારી માટે બનાવવામાં આવેલી વેક્સિન 100% લોકો પર સારી રીતે કામ કરે જરૂરી નથી. તેમણે જણાવ્યું કે, ચેચકના વાયરસને ખતમ કરવા વાળી એક એવું વેક્સિન હતી, જેમાં બીમારી પુરી રીતે ખતમ કરી સફળતા મેળવી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31