Last Updated on April 1, 2021 by
રાજૂ, શ્યામ અને બાબૂરાવ તો આપને યાદ જ હશે. હેરાફેરીના પહેલા ભાગમાં તેમની મસ્તી અને પછી પાર્ટ 2માં તેમની ધમાલ બાદ આ ત્રિપુટી ત્રીજા ભાગમાં જોરદાર ધમાલ કરવાની છે. ફિલ્મ હેરાફેરીને રિલીઝ થયાં 21 વર્ષ પુરા થવા પર ફિલ્મના પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાદવાલાએ હેરાફેરી 3ને લઈને કન્ફર્મ કર્યુ છે કે, તે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ત્રીજી ઈંસ્ટોલમેંટ લઈને આવી રહ્યા છે.
સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે, જલ્દી આવશે ખુશખબર
હેરાફેરીના પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાદવાલાએ એક એંટરટેનમેંટ પોર્ટસ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, સ્ક્રિપ્ટ તૈયાર થયા બાદ ફાઈનલ થઈ ગઈ છે. જલ્દીથી ફિલ્મ હેરાફેરી 3નું ઓફિશિયલ એનાઉંસમેંટ કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતું કે, આ વખત આઈડિયા ફક્ત હેરાફેરી 3 નહીં, પણ હેરા ફેરી પણ છે અને તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
પ્રોડ્યૂસરે કહ્યુ હતું કે, અમે આ વખતે સ્ક્રિપ્ટને લઈને થોડુ વધારે ધ્યાન આપી રહ્યા છીએ. હવે જ્યારે બધુ બરાબર થઈ રહ્યુ છે, ત્યારે હું કહેવા માગુ છું કે, જ્યા 2-3 હેરાફેરી સાથે બનશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31