GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/આ બેન્કના કરોડો ગ્રાહક માટે રાહતના સમાચાર, હવે ત્રણ મહિના વધુ યુઝ કરી શકશે પોતાની ચેકબુક

બેન્ક

Last Updated on April 1, 2021 by

દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કના કરોડો ગ્રાહકો માટે રાહતની ખબર છે. પીએનબીએ ઓરિયન્ટ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેબ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોની ચેકબુકની વેલિડિટી 30 જૂન, 2021 સુધી વધારી દીધી છે. આ બે બેંકોના ગ્રાહક પોતાની જૂની છેકેબેક 30 જૂન સુધી વાપરી શકે છે. જણાવી દઈએ કે ઓરિયન્ટ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું મર્જર પંજાબ નેશનલ બેન્કમાં થયું છે.

ટ્વીટ કરી આપી જાણકારી

PNBએ ટ્વીટમાં કહ્યું, પ્રિય e-OBC/ e-UNI ગ્રાહક, કૃપીયા બ્રાન્ચ, ઇન્ટરનેટ બેન્કિંગ સર્વિસ, મોબાઈલ સર્વિસ અને એટીએમના માધ્યમથી નવી પીએનબી ચેક બુક પ્રાપ્ત કરો. એની સાથે બેંકે કહ્યું, ઓબીસી અને યુએનઆઈની ચેકબુક હજુ 30 જુન 2021 સુધી વેલીડ રહેશે. પહેલાથી જારી ઓબીસી, યુએનઆઈ ચેક માત્ર 30 જૂન 2021 સુધી માન્ય રહેશે. ઓરિએન્ટલ બેન્ક ઓફ ઇન્ડિયા અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાને પંજાબ નેશનલ બેન્કમાં મર્જ કરી દેવામાં આવી છે. આ બંને બેંકોના ગ્રાહક હવે પીએનબી બેન્કના ગ્રાહક થઇ ગયા છે.

ઓરિયન્ટ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક માટે નવા IFSC અને MICR જારી કરી દેવામાં આવ્યા છે. એવામાં કોઈ ગ્રાહકને હજુ સુધી જાણકારી મળી નથી તો એમને બેંકોએ SMS કરી જાણકારી આપવી પડશે.

એવા ગ્રાહકો પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબરથી UPGR < Space > <એકાઉન્ટ નંબરના છેલ્લા 4 ડિજિટ > લખી 9264092640 પર SMS મોકલી શકે છે. ત્યાર પછી બેન્ક તરફથી એમને આ અંગે જાણકારી આપવામાં આવશે.

ઘરે બેઠા મળશે ચેકબુક

ચેક

જો તમે OBC અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો અને તમારી પાસે જૂની ચેકબુક છે તો તમારે નવી ચેકબુક લેવી પડશે. PNB પોતાના ગ્રાહકોને ડોરસ્ટેપ ચેકબુક પહોંચાડવાની સુવિધા આપે છે. એવામાં ચેકબુક માટે તમારે બેન્ક બ્રાન્ચ જવાની જરૂરત નથી. જો કે, ડોરસ્ટેપ સુવિધા માટે ચાર્જ વસૂલવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો