Last Updated on April 1, 2021 by
દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેને બીજી લહેર કહેવામાં આવે છે. સરકારે પણ લોકોને ખાસ તકેદારી રાખવા માટે જણાવ્યુ છે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 72,330 કેસ સામે આવ્યા છે. ત્યારે નિષ્ણાંતોએ ચિંતા જાહેર કરી છે કે, ચૂંટણીવાળા રાજ્યોમાં રેલીઓના કારણે કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ વધી રહ્યુ છે. તેથી ચૂંટણીવાળા રાજ્યોમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
ચૂંટણીવાળા રાજ્યોમાં સંક્રમણ વધ્યું
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ચૂંટણીવાળા રાજ્યોમાં જેમ કે, તમિલનાડૂ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં કોરોના વાયરસનું સંક્રમણ રેલીઓના કારણે વધી રહ્યુ છે. તેમાં કોરોના નિયમનું પાલન ન થવાના કારણે આ રાજ્યોમાં સંક્રમણ વધી રહ્યુ છે.
કેસોમાં થયો આટલો ટકાનો વધારો
તમિલનાડૂની વાત કરીએ તો, રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણયુક્ત દર્દીઓમાં 386 ટકાનો વધારો નોંધાયો છે. તો વળી પશ્ચિમ બંગાળમાં આ આંકડો 190 ટકા છે. આ સાથે જ પુડુચેરીમાં પણ કોરોનાના નવા કેસમાં દરરોજ 20 ટકાથી વધીને 115 થઈ ગયો છે.
તો વળી સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારે કેબિનેટ સચિવે તમામ રાજ્યોની સાથે કોરોના મામલાની બેઠક કરશે. બેઠકમાં એનસીડીસીના નિર્દેશક ડો.સુજીત કુમાર સિંહે પણ ચૂંટણીવાળા રાજ્યોનો રિપોર્ટ રજૂ કરી શકે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31