Last Updated on April 1, 2021 by
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઇસીસી વન-ડે રેન્કિંગમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે જસપ્રીત બુમરાહ બોલરોની યાદીમાં ચોથા સ્થાને ઉતરી ગયો છે. કોહલીએ ઇંગ્લેન્ડ સામેની પહેલી અને બીજી વન-ડેમાં અનુક્રમે ૫૬ અને ૬૬ રન કર્યા હતા. તે ૮૭૦ પોઇન્ટ સાથે ટોચ પર છે. ઇંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં આરામ અપાયો હતો તે બુમરાહ ૬૯૦ પોઇન્ટ સાથે ચોથા સ્થાને ઉતરી ગયો છે.
રોહિત શર્મા ત્રીજા સ્થાને
ભારતની વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. પાકનો બાબર આઝમ બીજા સ્થાને છે. કેએલ રાહુલ ઇંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણીમાં શાનદાર દેખાવના પગલે ૩૧માંથી ૨૭માં સ્થાને આવી ગયો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ઇંગ્લેન્ડ સામે ૩૫ અને ૬૪ રનના પગલે કારકિર્દીના શ્રેષ્ઠ ૪૨માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે રિષભ પંત પહેલી વખત ટોચના ૧૦૦માં પ્રવેશ્યો છે.
ભુવનેશ્વર નવમાં સ્થાને
અંતિમ મેચમાં ૪૨ રનમાં ૩ વિકેટ ઝડપનાર સીમ બોલર ભુવનેશ્વર કુમાર નવ સ્થાન આગળ વધીને ૧૧મા ક્રમ પર પહોંચી ગયો છે. તેનું શ્રેષ્ઠ રેન્કિંગ અત્યાર સુધીમાં સપ્ટેમ્બર ૨૦૧૭માં તેણે હાંસલ કરેલો દસમા નંબરનો ક્રમ છે. શાર્દલ ઠાકુરે આ જ મેચમાં ૬૭ રનમાં ચાર વિકેટ ઝડપીને ૯૩માંથી ૮૦મું સ્થાન મેળવ્યું છે.
ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ચાર સ્થાન ઉચકાઈને ૨૪માં સ્થાને પહોંચ્યો છે. બીજી વન-ડેમાં ૯૯ બોલમાં ૫૨ રનની મહત્ત્વની ઇનિગ્ના લીધે તેનું સ્થાન ઉચકાયુ છે. જોની બેરસ્ટોએ કારકિર્દીના શ્રેષ્ઠ ૭૯૬ પોઇન્ટ પર પહોચ્યા પછી સાતમું સ્થાન જાળવી રાખ્યું છે. તેણે આ જ મેચમાં ૧૨૪ રન ફટકારી ઇંગ્લેન્ડને જીતાડયું હતું. બોલરોમાં મોઇન અલી નવ સ્થાન ઉચકાઈ ૪૬માં સ્થાને પહોંચ્યો છે.
ટી૨૦માં કોહલી પાંચમાં સ્થાને
ટી૨૦ બેટિંગ યાદીમાં જોઈએ તો રાહુલ અને કોહલી હવે પાંચમાં અને છઠ્ઠા સ્થાને છે. આમ છેલ્લા ટી૨૦ રેન્કિંગમાં કોઈપણ ભારતીય બોલર અને ઓલરાઉન્ડર નથી.
ટેસ્ટ રેન્કિંગમાં જોઈએ તો સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પછી બીજા સ્થાને છે. ઓલરાઉન્ડરની યાદીમાં રવિન્દ્ર જાડેજાએ ત્રીજા અને અશ્વિન ચોથા સ્થાને છે. કોહલી પાંચમાં અને રોહિત શર્મા અને પંત સાતમા સ્થાને છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31