Last Updated on March 31, 2021 by
ઘણા બધા ઘરોમાં વૃદ્ધ લોકોને ઘણી વાર ઈસબગુલના ઝીણા દાણા અને તેના ભૂસાનો ઉપયોગ કરતા જોયા હશે. ઈસબગુસનો આયુર્વેદમાં પેટની તમામ સમસ્યાઓ માટે રામબાણ ઔષધી માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે, ઈસબગુલ હોય છે શું અને તેનાથી શું શું ફાયદા થાય છે.
હકીકતમાં જોઈએ તો, ઈસબગુલ પ્લાંટાગો ઓવાટા નામના છોડનું બીજ હોય છે. તેનો છોડ દેખાવામાં ઘઉંના છોડ જેવો લાગે છે. તેમાં નાની નાની પાંદડીઓ અને ફૂલ પણ લાગે છે. આ છોડી પર ઉગેલા બીજા સફેદ રંગના પદાર્થથી ઢંકાયેલા હોય છે. આ સફેદ પદાર્થને જ ઈસબગુલનું ભૂસુ કહેવાય છે. ઈસબગુલના દાણા અને ભૂસામાં ઔષધીય ગુણો મળી આવે છે. જો કે, મોટા ભાગના લોકો તેના ભૂસાનો ઉપયોગ કરતા હોય છે.
ફાઈબર યુક્ત હોય છે ભૂસો
ઈસબગુલનો ભૂસામાં પ્રચૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન સંબંધી સમસ્યાઓમાં ખૂબ કામમાં આવે છે. ઈસબગુલના ભૂસાનું સેવન કરવાથી ગૈસ, એસિડિટી, પાચન, કબ્જ, જેવી સમસ્યામાં ખૂબ રાહત આપે છે. આ ભૂસાનો ઉપયોગ કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે.
ડાયાબિટીઝમાં મદદગાર
ઈસબગુલનો ભૂસો ડાયાબિટીશના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક છે. કેટલાય સંશોધનમાં એ વાત સામે આવી છે કે, ડાયાબિટીશના દર્દીઓ માટે ફાઈબર રિચ ડાઈટ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનાથી ઈંસુલિન અને બ્લડ શુગર લેવલ ખૂબ જ ઓછુ થઈ જાય છે. જેના કારણે ડાયાબિટીશ નિયંત્રિત રહે છે.
વજન ઓછુ કરવામાં મદદગાર
આજ કાલ વજન વધવો એક મોટી સમસ્યા બની ગયુ છે. જેના કારણે તમામ પરેશાનીઓ લોકોને ઘેરી લેતી હોય છે. ત્યારે આવા સમયે ઈસબગુલ આપને વજન ઓછુ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેને ખાધા બાદ પેટ લાંબા સમય સુધી ભર્યુ રહે છે. જેના કારણે આપે અન્ય વસ્તુઓ ખાવાથી બચી શકો છો.
પાઈલ્સની સમસ્યામાં લાભકારક
લાંબા સમય સુધી કબ્જથી પરેશાન રહેતા લોકોને ઘણી પાઈલ્સની સમસ્યા થઈ આવે છે. તેમાં ગુદાની આસપાસની નસો સોજાઈ જતી હોય છે. જેના કારણે ખૂબ જ પરેશાની આવી શકે છે. ઈસબગુલનું સેવન કબ્જની સમસ્યામાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના કારણે પાઈલ્સમાં પણ ખૂબ રાહત મળે છે.
બીપી અને હાર્ટ ડિઝીઝ
બીપીની સમસ્યા અને હાર્ટ ડિસીઝથી ઝઝૂમી રહેલા લોકો માટે ઈસબગુલ અને તેનુ ભૂસુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઈસબગુલનું ભૂસી ફાઈબર યુક્ત હોવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. આ ઉપરાંત હ્દ્યની માંસપેશિયો મજબૂત બનાવા માટે પણ મદદગાર થાય છે.
આવી રીતે કરો સેવન
એકથી દોઢ ચમચી ઈસબગુલનું ભૂસુ એક ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ સુધી પલાળી રાખો. થોડી વારમાં ચિકણુ થઈ જાય ત્યારે તે જેલ જેવુ થઈ જશે. હવે આ જેલને પી જાવ. આવુ દરરોજ સુતા પહેલા કરવુ. આ ઉપરાંત ભૂંસાને છાસ અથવા દહીમાં નાખીને પણ પી શકો. પેટ સાફ નથી થતુ તો એક એક ચમતી ત્રિફલા પાઉડર અને બે ચમચી ભૂસાને ગરમ પાણીમાં નાખીને પીઓ, તેના રાત્રે જમ્યા બાદ લેવું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31