GSTV
Gujarat Government Advertisement

વાહ ! Jioની ઑફર એક્ટિવેટ કરી તો નહિ કરવુ પડે સમગ્ર વર્ષ દરમ્યાન રિચાર્જ, જાણો સમગ્ર વિગત

jio

Last Updated on March 31, 2021 by

જો તમે રિલાયન્સ જિઓના નિયમિત ગ્રાહક છો, તો માસિક અથવા સાપ્તાહિક યોજનાને બદલે 365-દિવસીય યોજના (રિલાયન્સ જિઓ વાર્ષિક યોજના) પસંદ કરવાનું વધુ સારું રહેશે. આ યોજના સાથે, તમે તમારા નાણાંની બચત પણ કરશો અને સાથે સાથે તમને ફરીથી અને ફરીથી સિમકાર્ડ રિચાર્જ કરવામાં આવતી મુશ્કેલીથી છૂટકારો મળશે.

જિઓ તેના ગ્રાહકો માટે ત્રણ પ્રીપેડ યોજના આપે છે. એટલે કે, એકવાર તમે રિચાર્જ કરો, પછી તમે આખા વર્ષમાં કોલિંગ, ડેટા અને અન્ય લાભોનો ઉપયોગ કરી શકો છો. આ પ્લાન્સની કિંમત 2121 રૂપિયા, 2399 રૂપિયા અને 2599 રૂપિયા છે. આ તમામ યોજનાઓ સાથે તમને JioTV, JioCinema, Jio મૂવીઝ જેવી Jio એપ્લિકેશંસનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. ચાલો જાણીએ આ યોજનાઓ સાથે ઉપલબ્ધ ફાયદાઓ વિશે.

jioનો 2121 રૂપિયાનો પ્લાન

રિલાયંસ જીઓનો આ પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન સાથે પ્રતિદિન 1.5 જીબી ડેટા મળશે. તેનો મતલબ કે સમગ્ર વર્ષ દરમ્યાન તમને કૂલ 504GB ડેટાનો લાભ લઈ શકશો. તેમજ ફ્રી કૉલિંગ અને રોજ smsનો પણ લાભ મળશે. આ પ્લાનની કીંમત 2121 રૂપિયા છે.

2399નો જિઓ પ્લાન

જિઓના 2399 રૂપિયાના પ્રિપેડ પ્લાનમાં અનલિમિટેડ ઓન-નેટ કૉલ સાથે રોજ 2 જીબી ડેટા અને 100 sms મળે છે. એટલે કે આ પ્લાન હેઠળ આખા વર્ષ માટે 730 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની વેલિડીટી 365 દિવસની છે. આ પ્લાન હવે દેશના કોઈપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલની સૂવિધા આપે છે. તે ઉપરાંત જિઓ એપનું સબ્સ્ક્રિપ્શન મળે છે.

2599 રૂપિયાનો જિઓ પ્લાન

જિઓનો 2599 રૂપિયાનો પ્લાન અનલિમીટેડ કૉલિંગ લાભો સાથે દરરોજ 2 જીબી ડેટા અને 100 sms આપે છે. આની સાથે કંપની 10 જીબીનો વધારાનો ડેટા આપે છે. આનો અર્થ એ કે તમને આખા વર્ષ દરમિયાન કુલ 740GB ડેટા મળશે. આ સાથે, તમને વર્ષ માટે 399 રૂપિયામાં ડિઝની + હોટસ્ટારનું મફત સબ્સ્ક્રિપ્શન આપવામાં આવશે.

તો જિઓના નવા ઇન્ટરફેસને લીધે, હવે યૂઝર્સ માટે વેબસાઇટ પર પ્રીપેઇડ યોજના પસંદ કરવાનું સરળ બન્યું છે. યુઝર્સ હવે સરળતાથી તેમના મન પ્રમાણે યોજના પસંદ કરી શકે છે.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો